રાજ્યના 34 તાલુકાઓમાં વરસાદ નોંધવામા આવ્યો છે. જીલ્લામાં સવારે 6 થી બપોરે 1 કલાક સુધીમાં બોરસદ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધવામા આવ્યો છે. પાછલા 24 કલાકમાં 1 ઇંચ કરતાં પણ વધુ વરસાદ જોવા મળ્યો છે. તો 33 તાલુકામાં 1 થી 14 મિ.મી. સુધીનો વરસાદ નોંધાયો છે.
વાવાઝોડું વાયુ હાલ મહદ અંશે ઘાતકતા ત્યજી ડિપ્રેશનમાં પરિણમ્યા બાદ ગુજરાતનાં કચ્છ પર મંડરાય રહ્યું છે અને ગણતરીની કલાકોમાં જમીન સાથે ટક્કરાશે પણ હાલ તો વાયુ ડિપ્રશનમાં પરિણમ્યું હોવાથી કોઇ ભયાનક ચક્રાવાતી વિનાશ વહેરશે નહીં, પરંતુ ભારે પવન અને વરસાદ સમગ્ર રાજ્યમાં જોવા મળશે તેવી હવામાન વિભાગ દ્રારા કરવામા આવેલી આગાહી સાચી ઠહેરી છે અને રાજ્યનાં મહત્મ ભાગોમાં વરસાદ નોંધવામાં આવ્યો છે. રાજ્યનાં મહાનગરોની વાત કરવામા આવેતો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતનાં મહાનગરોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. જોકે વાત કરવામા આવે અમદાવાદની તો અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું તો સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ જોવા મળી રહ્યો છે. થલતેજ, ઇસ્કોન, ગોતા અને એસ.જી.હાઈવે પર વરસાદ વરસતા એક તરફ લોકોને ગરમીમાં રાહતનો અહેસાસ થાય છે તો બીજી તરફ લોકોમાં બફારાને કારણે ઉહપો જોવા મળી રહ્યો છે. તો રાજકોટની તો વાયુની ઇફક્ટનાં કારણે શહેરમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા નોંધવામાં આવ્યા છે. તો સાથે સાથે સુરત અને વડોદરામાં પણ મેધરાજાની ધીમી એન્ટ્રી જોવા મળી રહી છે.

સુરતની વાત કરવામા આવે તો સુરતમાં પણ ભારે પવન ફુંકાય રહ્યો છે અને વરસાદી ઝાપટા નોંધવામાં આવ્યા છે ત્યારે સુરતનાં બારડોલીમાં વરસાદનું આગમન વહેલી સવારથી ધીમી ધારે થઇ ગયુ હતું. તાલુકાનાં અનેક વિસ્તારમાં વરસાદ વરસતો જોવા મળતા અસહ્ય ગરમીથી લોકોએ રાહત અનુભવી છે તો વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
અમરેલી શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે અને સાવરકુંડલા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ધીમી ધારે વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ખાસ આ વિસ્તારનાં ખેડૂતોમાં વરસાદના આગમનથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી અને પોરબંદરમાં ‘વાયુ’ વાવાઝોડાંની અસર મળી રહી છે. પોરબંદરમાં પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તો જાફરાબાદ બંદર પર 2 નંબર સિગ્નલ હટાવી લેવાયું અને મેરિટાઇમ બોર્ડ દ્વારા 3 નંબરનું સિગ્નલ લગાવાયુ છે. જાફરાબાદ પીપાવાવ પોર્ટમાં દરિયામાં પવનની સ્પીડ વધી શકે છે ત્યારે સમગ્ર વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. .
જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં ભારે વરસાદ અને પવનનાં કારણે કેળાના પાકને નુકશાન જોવા મળી રહ્યું છે તો સોમનાથમાં સારા વરસાદનાં પગલે ખેડૂતોમાં વાવણીની તૈયારીમા જોતરાય ગયા છે.
જૂઓ આ વિડીયો…….
ઉત્તર ગુજરાતમાં અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ વાદળ છાયું વાતાવરણ જોવા મળવાની સાથે સાથે જિલ્લાના માલપુરમાં ધીમી ધારે વરસાદ વરસતો જોવા મળી રહયો છે. વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે અને વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા માળી રહ્યા છે. પાછલા વર્ષમાં અપુરતા વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોળી હતી. ત્યારે વરસાદનાં આગમનથી ખેડૂતો દ્રારા વાવણીની તૈયારી કરી લેવામા આવી છે.
અમરેલી અને પોરબંદરમાં ‘વાયુ’ વાવાઝોડાંની અસર મળી રહી છે. પોરબંદરમાં પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તો જાફરાબાદ બંદર પર 2 નંબર સિગ્નલ હટાવી લેવાયું અને મેરિટાઇમ બોર્ડ દ્વારા 3 નંબરનું સિગ્નલ લગાવાયુ છે. જાફરાબાદ પીપાવાવ પોર્ટમાં દરિયામાં પવનની સ્પીડ વધી શકે છે ત્યારે સમગ્ર વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે. અને NDRFની ટીમ બનાસકાંઠા જિલ્લામાં પહોંચી ગઇ છે. વાયુના ડિપ્રેશનના કારણે ભારે વરસાદની આગાહી હોવાની વચ્ચે વરસાદ પણ વરસતો જોવા મળી રહ્છે. જ્યારે 17 અને 18 જૂને ભારે વરસાદની આગાહી છે ત્યારે અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના અપાઇ છે.
પંચમહાલમાં પણ ‘વાયુ’ વાવાઝોડાંની અસર જોવા મળી છે સવારથી જ વાદળ છાયું વાતાવરણ છે તો ગોધરા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પણ વરસી રહ્યો છે. વરસાદને લઈને શહેરી વિસ્તારમાં ગરમીથી રાહત અનુભવાઇ રહી છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
