Not Set/ ટાટસુમો કે રોડક પૈસા – શું જોઇએ છે તમારે, લાલચ આપી ગઠીયાઓએ 65 હજારની ગેમ કરી નાખી

લોભીયાનાં ધન ધૂતારા લૂંટે એવી કહાવત સાચી જ છે અને વારંવાર આ કહેવત પોતની જાતને સાચી સાબિત પણ કરે છે. જી હા, ફરી એક વખત અમદાવાદમા ભેજાબાજો દ્વારા એક લોભીને લૂંટી લેવામાં આવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ભલે તે લોભી લૂંટાયા હોય, પરંતુ ઇન્ટરનેટનાં આ યુગમાં અનેક લોકો એવા પણ છે જે અણસમજને કારણે આવા […]

Ahmedabad Gujarat
71ba03c78a1665841b33f6295130006b ટાટસુમો કે રોડક પૈસા - શું જોઇએ છે તમારે, લાલચ આપી ગઠીયાઓએ 65 હજારની ગેમ કરી નાખી
71ba03c78a1665841b33f6295130006b ટાટસુમો કે રોડક પૈસા - શું જોઇએ છે તમારે, લાલચ આપી ગઠીયાઓએ 65 હજારની ગેમ કરી નાખી

લોભીયાનાં ધન ધૂતારા લૂંટે એવી કહાવત સાચી જ છે અને વારંવાર આ કહેવત પોતની જાતને સાચી સાબિત પણ કરે છે. જી હા, ફરી એક વખત અમદાવાદમા ભેજાબાજો દ્વારા એક લોભીને લૂંટી લેવામાં આવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ભલે તે લોભી લૂંટાયા હોય, પરંતુ ઇન્ટરનેટનાં આ યુગમાં અનેક લોકો એવા પણ છે જે અણસમજને કારણે આવા લોકોનાં ચક્કરમાં ફસાય જાય છે અને પોતાનાં મહેનતનાં પૈસા ગુમાવી દે છે. જી હા, આવા ચક્કરો ચલાવતા ચાલબાજોથી ચેતતુ રહેવુ તે પણ એક પ્રકારની સમજદારી છે અને જાણી લો કે કેવી રીતે આવા ચાલબાજો લોકોને ચૂનો લગાડ તા હોય છે. 

અમદાવાદનાં જમાલપુરનાં રહેવાસી મનીષ સોલંકીને થોડા દિવસ પહેલા તેમના ફોન ઉપર એક  મેસેજ આવેલો કે, તેમને ઇનામમાં ટાટા સફારી કાર લાગી છે. આ મેસેજ વાંચ્યા બાદ મનીષ ભાઈને એક વિકલ્પ પણ મળ્યો હતો. જેમાં કાં તો તેમને રોકડા રૂપિયા મળશે અથવા તો ટાટા સુમા કારની ડિલિવરી મળશે, તેવી વાત કરવામાં આવી હતી.  મનીષ ભાઈએ રોકડા રૂપિયા મેળવવાની લાયમાં તે વિકલ્પ પંસદ કર્યો અને ત્યારબાદ તેમને એક નંબરથી ફોન આવ્યો હતો. જેમાં સામેની વ્યક્તિએ મનીષ ભાઈને કહ્યું કે રોકડા રૂપિયા જોઈતા હોય તો 6500/- રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરવા પડશે.

ચીકણી ચૂપણી વાતો કરવામાં માહીર ચાલબાજ દ્વારા લાંબી વાત ચીત પછી હમેંશની જેમ મનીષને પણ મનાવી લીધો હતો. આમ, મનીષ ભાઈએ સામેની વ્યક્તિ ની વાતોમાં આવી જઈને રૂપિયા આપી તો દીધા, પરંતુ નતો મનીષ ભાઈને ત્યારબાદ રોકડા રૂપિયા મળ્યા, કે ન કોઈ ગાડીની ડિલિવરી તેમને મળી. આમ, પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું લાગતા મનીષ ભાઈએ બે અજાણ્યા ઈસમો સામે ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. અને હાલ, પોલીસ આ બાબતે તપાસ પણ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews