Not Set/ બીજી લહેરના વળતા પાણી, ત્રીજી લહેરને લઈને તંત્ર સજ્જ, બાળકોમાં થઈ શકે સંક્રમણ

સિવિલ કેમ્પસમાં ચાલતી 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં બાળકો માટે 300 બેડ વધારવામાં આવ્યાં છે. જેમાં પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના ડોકટર્સ, નર્સિંગ સ્ટાફને ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દેવાયું છે.

Top Stories Ahmedabad Gujarat
ame taiyar બીજી લહેરના વળતા પાણી, ત્રીજી લહેરને લઈને તંત્ર સજ્જ, બાળકોમાં થઈ શકે સંક્રમણ

અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. બીજી લહેરના હવે પૂર્ણ થવાની આરે છે.  પરતું ત્રીજી લહેરની સંભાવના છે. જેને લઈને અત્યારથી જ તંત્ર સજ્જ બની ગયું છે.

બાળકો માટે 300 બેડની કરાઈ વ્યવસ્થા
કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યારથી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની શક્યતાને લઈ બાળકો માટેના બેડ તૈયાર કરવામાં આવ્યા છે. સિવિલ કેમ્પસમાં ચાલતી 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં બાળકો માટે 300 બેડ વધારવામાં આવ્યાં છે. જેમાં પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના ડોકટર્સ, નર્સિંગ સ્ટાફને ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દેવાયું છે.

amit chavda 8 બીજી લહેરના વળતા પાણી, ત્રીજી લહેરને લઈને તંત્ર સજ્જ, બાળકોમાં થઈ શકે સંક્રમણ

ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણને લઈને પિડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં કામ કરવા માટે સ્ટાફને ટ્રેનિગ આપવામાં આવશે.  બાળક ક્રિટિકલ હોય તો ICUમાં શિફ્ટ કરવા નાનું બાળક હોય તો NICU માં શિફ્ટ કરવા સહિતની કામગીરી ટ્રેનિગ આપવામાં આવશે. 100 મેડીકલ ઓફિસરની પણ મદદ લેવામાં આવશે.

ame taiyar 2 બીજી લહેરના વળતા પાણી, ત્રીજી લહેરને લઈને તંત્ર સજ્જ, બાળકોમાં થઈ શકે સંક્રમણ

આ ઉપરાંત કેટલાક કિસ્સાઓમાં બાળક સાથે તેના માતા-પિતાને રાખવું પડે તેવી સ્થિતિ હોય તો તેમને કેવી રીતે સાથે રાખી શકાયતે વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે બાળક સાથે તેની માતાને રાખવામાં આવે છે તે માટે વેકસીન લીધી છે કે કેમ તે તમામ પાસાઓ ધ્યાનમાં લેવામાં આવશે. ત્રીજીવેવ આવેતે પહેલાં દરેક માતાપિતા કે જેમના ઘરમાં નાનું બાળક છે તેઓને અચૂક વેકસીન લેવાની અપીલ તબીબો કરી રહ્યા છે.