આરટીઓ/ વ્હીકલના મનગમતા નબંર માટે અમદાવાદીઓ લાખો રૂપિયા ખર્ચે છે

આરટીઓને થઇ લાખોની આવક

Gujarat
111 1 વ્હીકલના મનગમતા નબંર માટે અમદાવાદીઓ લાખો રૂપિયા ખર્ચે છે

વ્હીકલ પર પોતાના પસંદગીના નબંર લખાવવાનો શોખ કોને ના હોય. કાર હોય કે ટુ વ્હીલર ચાલકો કોઇ વખત પોતાની જન્મ તારીખ તો કોઇ વખત બાળકોની જન્મ તારીખના નબંર લખાવવાની ઇચ્છા રાખતા હોય છે. આ ઉપરાંત પણ જીવન સાથે વણાયેલી એવી અનેક ડેટ હોય છે. જે પોતાના વાહનો પર લખાવવાનો શોખ હોય છે. આ વખતે પણ અમદાવાદીઓએ પોતાના પસંદીદા નંબર મેળવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે. જો કે, તેના કારણે આરટીઓને લાખો રૂપિયાની આવક થઇ છે. થોડા સમય અગાઉ અમદાવાદ આરટીઓ દ્વારા પસંદગીના નંબરો માટે એપ્લિકેશન મગાવવામાં આવી હતી. જે માટેની બિડ પણ કરવામાં આવી હતી. અમદાવાદીઓએ પસંદગીના તેમજ શુકનિયાળ નંબર મેળવવા લાખો રૂપિયા ખર્ચ્યા છે.

અમદાવાદ રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર બી.વી.લીમ્બાચીયાએ જણાવ્યું હતું કે, ગોલ્ડન-સિલ્વર અને ચોઇસ નમ્બર માટે જાન્યુઆરી 2021મા, ડબ્લ્યુ-બી સિરીઝ માટે 123 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.  જેમાં આરટીઓને 9.15 લાખ રૂપિયાની આવક થઈ હતી. જ્યારે એપ્રિલ મહિનામાં ડબ્લ્યુ-બી સિરીઝ માટે 59.91 લાખની આવક થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, ડબ્લ્યુ-બી સિરીઝમાં 9 નંબર માટે 1.94 લાખની આવક થઈ હતી.  જ્યારે ડબ્લ્યુ-સી સીરીઝમાં 1 નંબર માટે 4.01 લાખ, 1111 નંબર માટે 2.17 લાખ તો 7 નંબર માટે 1.59 લાખની આવક થઇ હતી. આ જોતા લાગી રહ્યુ છે કે, અમદાવાદીઓ પોતાના મનગમતા નબંર માટે લાખોનો ખર્ચ કરી રહ્યા છે.