Not Set/ બ્લેક અને વ્હાઈટ ફંગસ કરતા ખતરનાક એવો ગ્રીન ફંગસનો નોંધાયો પહેલો કેસ

મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં ગ્રીન ફંગસનો દેશનો પહેલો દર્દી મળી આવ્યો છે. આ દર્દીની મુંબઈમાં સારવાર ચાલુ છે. ગ્રીન ફંગસને બ્લેક અને વ્હાઈટ ફંગસની સરખામણીમાં વધુ જોખમી ગણાવી છે.

Top Stories Uncategorized
green fungus બ્લેક અને વ્હાઈટ ફંગસ કરતા ખતરનાક એવો ગ્રીન ફંગસનો નોંધાયો પહેલો કેસ

કોરોનાની મહામારીમાંથી હજી દેશ બહાર આવ્યો નથી. ત્યાં તો હવે ગ્રીન ફંગસની નવી બીમારી સામે આવી છે.  મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં ગ્રીન ફંગસનો દેશનો પહેલો દર્દી મળી આવ્યો છે.

green fungus 1 બ્લેક અને વ્હાઈટ ફંગસ કરતા ખતરનાક એવો ગ્રીન ફંગસનો નોંધાયો પહેલો કેસ

ઈન્દૌરમાં ગ્રીન ફંગસનો પહેલો કેસ
મહામારીનો અંત આવ્યો નથી.  ત્યારે એક પછી એક નવી બિમારીના કેસ સામે આવતા જાય છે.  પહેલા બ્લેક ફંગસ પછી વાઈટ ફંગસ અને હવે ગ્રીન ફંગસનો કેસ સામે આવ્યો છે. મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં ગ્રીન ફંગસનો દેશનો પહેલો દર્દી મળી આવ્યો છે. આ દર્દીની મુંબઈમાં સારવાર ચાલુ છે. ગ્રીન ફંગસને બ્લેક અને વ્હાઈટ ફંગસની સરખામણીમાં વધુ જોખમી ગણાવી છે.

green fungus 2 બ્લેક અને વ્હાઈટ ફંગસ કરતા ખતરનાક એવો ગ્રીન ફંગસનો નોંધાયો પહેલો કેસ

દર્દીને થોડા દિવસ પહેલા કોરોના થયો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. થોડા દિવસ પછી ઠીક થઈને તેઓ ઘરે પાછા ફર્યા પરંતુ ત્યારબાદ પરેશાની ઊભી થતા ફરીથી હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા.  ત્યારે ડૉક્ટરને શંકા હતી કે દર્દીને બ્લેક ફંગસ સંક્રમણ થયું છે. પરીક્ષણ કર્યા બાદ ખબર પડી કે તેના સાઈનસ, ફેફસા અને બ્લડમાં ગ્રીન ફંગસ ઈન્ફેક્શન થયું છે. લક્ષણો ઉપરાંત તેમને તાવ પણ 103 ડિગ્રીથી નીચે ઉતરતો નહતો. તેમના ફેફસામાં 90 ટકા સંક્રમણ થઈ ગયું હતું. ડોક્ટરોનું માનવું છે કે ગ્રીન ફંગસનો દેશમાં આ પહેલો કેસ છે.