મુંબઈ/ ઘરેથી રમવા માટે નીકળેલા બાળકનું કપાયેલું મળ્યું માથું, એક મહિનાથી હતો ગુમ

મુંબઈના વડાલા વિસ્તારમાંથી 12 વર્ષના બાળકનું કપાયેલું માથું મળી આવ્યું છે. બાળક છેલ્લા એક મહિનાથી ગુમ હતો અને હવે તેનો મૃતદેહ મળી આવ્યો છે.

Top Stories India
YouTube Thumbnail 79 ઘરેથી રમવા માટે નીકળેલા બાળકનું કપાયેલું મળ્યું માથું, એક મહિનાથી હતો ગુમ

મુંબઈના વડાલા વિસ્તારમાંથી 12 વર્ષના બાળકનું કપાયેલું મળ્યું માથું…. બાળક છેલ્લા એક મહિનાથી ગુમ હતો અને હવે તેનો મૃતદેહ મળી આવ્યો છે. બાળકની ઓળખ સંદીપ તરીકે થઈ છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, બાળક તેની માતાને રમવા જવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો. એક કલાક બાદ પણ તે ઘરે પરત ન ફરતાં તેના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ બાદ પણ બાળક ન મળ્યું તો 29 જાન્યુઆરીએ ગુમ થયાની એફઆઈઆર દાખલ કરવામાં આવી. પોલીસે આઈપીસીની કલમ 363 હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને આ મામલે તપાસ હાથ ધરી હતી.

બાળક 28 જાન્યુઆરીથી ઘરેથી ગુમ થયો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર વડાલા ટ્રક ટર્મિનસ પાસેની ખાડીમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. છોકરો 28 જાન્યુઆરીથી તેના ઘરેથી ગુમ હતો. તેના મૃતદેહની ઓળખ તેના પિતાએ તેના જૂતાની મદદથી કરી હતી. ગઈકાલે સંદીપનું ધડ મળી આવ્યું હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. શરીર મોટા પ્રમાણમાં સડી ગયું છે. મુંબઈ પોલીસના ઝોન 4ના ડીસીપી પ્રશાંત કદમે કહ્યું કે અમે આ મામલે હત્યાનો કેસ નોંધ્યો છે અને આરોપીની શોધ શરૂ કરી છે.

બાળકનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનો માહોલ છે. માસૂમ બાળક સાથે કોણે દુશ્મની કેળવી છે તે પરિવારના સભ્યો સમજી શકતા નથી. હાલ પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શહેરી જનજીવન સુખાકારીની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય

આ પણ વાંચો:પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસ રામ રામ…

આ પણ વાંચો:વડોદરા બેઠક પર શંકર-સીતાની ચર્ચા વચ્ચે આવ્યું રાકેશ અસ્થાનાનું નામ, ગુજરાતની 11 બેઠકો પર કેટલા ‘સરપ્રાઈઝ’?

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, આ દિગ્ગજ નેતા છોડશે કોંગ્રેસનો હાથ