ગુજરાત/ આમ આદમી પાર્ટીના MLAની પત્નીની ધરપકડ, જાણો શું લાગ્યો આરોપ

નર્મદા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની શકુંતલા અને અન્ય છ લોકોનો વનકર્મીઓ સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી.

Gujarat Others
YouTube Thumbnail 2023 11 03T184843.883 આમ આદમી પાર્ટીના MLAની પત્નીની ધરપકડ, જાણો શું લાગ્યો આરોપ

Narmada News: ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્નીની નર્મદા પોલીસે શુક્રવારે ધરપકડ કરી હતી. ધારાસભ્ય અને તેમની પત્ની પર 30 ઓક્ટોબરે બોગજ ગામમાં વનકર્મીઓને ધમકાવવા, પોલીસના કામમાં અવરોધ અને ગેરકાયદેસર રિવોલ્વરથી ફાયરિંગ કરવાનો આરોપ છે.

વનકર્મીઓને ધમકાવવાનો આરોપ

નર્મદા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની શકુંતલા અને અન્ય છ લોકોનો વનકર્મીઓ સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની ગેરકાયદેસર રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કરી પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હતો. વનકર્મીઓએ ધારાસભ્ય અને તેમની પત્ની પર તેમને ધમકાવીને પૈસા પડાવી લેવાનો આરોપ લગાવ્યો છે.

અગાઉ પણ ઘણી વખત થઈ હતી ધરપકડ

જાણવા મળે છે કે શકુંતલા જિલ્લા પંચાયત સભ્ય રહી ચૂકી છે. શકુંતલાએ આ પહેલા પણ અનેક આંદોલનોમાં ભાગ લીધો છે અને ઘણી વખત ધરપકડ પણ થઈ છે. નર્મદા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ધારાસભ્ય ચૈત્રાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

સમગ્ર મામલે ગોપાલ ઈટાલિયા દ્વારા ટ્વીટ કરીને ચૈતર વસાવાની ધરપકડ થઈ ગઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે લખ્યું કે, “આમ આદમી પાર્ટીના દમદાર લડાયક ધારાસભ્ય અને આદિવાસી સમાજના મજબૂત આગેવાન ભાઈ શ્રી ચૈતર વસાવા ઉપર ભ્રષ્ટ ભાજપ દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવી. ચૈતર વસાવાના ધર્મપત્નીને પણ પોલીસે ધરપકડ કરી હોવાના સમાચાર મળ્યા છે.”

ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે ચૈતર વસાવાની બોલાચાલી થઈ હતી. આ બાદ નર્મદાના વન વિભાગે તેમની સામે ફરિયાદી કરી હતી. અને વન વિભાગના કર્મચારીઓ સાથે બોલાચાલી મામલે તેમની સામે કલમ 386 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 આમ આદમી પાર્ટીના MLAની પત્નીની ધરપકડ, જાણો શું લાગ્યો આરોપ


આ પણ વાંચો:અજાણ્યા શખ્સ દ્વારા આરટીઓ અધિકારી પર હુમલો

આ પણ વાંચો:સસ્તા અનાજના દુકાનદારોનું આંદોલન સ્થગિત,જનતાના હીતમાં દુકાનદારોનો નિર્ણય

આ પણ વાંચો:વિકલાંગ વ્યક્તિએ કલાકો સુધી પેઇન્ટિંગ કરીને બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

આ પણ વાંચો:સુરતની મહિલાએ તૈયાર કરી વુડન રંગોળી, વિદેશમાંથી પણ વધી ડિમાન્ડ