ચુકાદો/ સગીરાનું જીવન બગાડનાર નરાધમને કોર્ટે ફટકારી સાત વર્ષની સજા

રામોલમાં 8 વર્ષીય બાળકીને ધાબે લઇ દુષ્કર્મ કરનાર 22 વર્ષીય પ્રમોદ વર્માને એડિ.સેશન્સ જજ પી.સી.ચૌહાણે દોષિત ઠરાવી 7 વર્ષની સખત કેદ અને રૂ.3 હજાર દંડનો આદેશ કર્યો છે. ફરિયાદી પતિ-પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર પ્રમોદના પિતા રામવીર વર્માને 2 માસની સજા ફટકારી છે. કોર્ટે ભોગ બનનાર બાળકીને 1 લાખ વળતર પેટે ચુકવવાનો નિર્દેશ કર્યો […]

Ahmedabad Gujarat
AHD Session Court સગીરાનું જીવન બગાડનાર નરાધમને કોર્ટે ફટકારી સાત વર્ષની સજા

રામોલમાં 8 વર્ષીય બાળકીને ધાબે લઇ દુષ્કર્મ કરનાર 22 વર્ષીય પ્રમોદ વર્માને એડિ.સેશન્સ જજ પી.સી.ચૌહાણે દોષિત ઠરાવી 7 વર્ષની સખત કેદ અને રૂ.3 હજાર દંડનો આદેશ કર્યો છે. ફરિયાદી પતિ-પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર પ્રમોદના પિતા રામવીર વર્માને 2 માસની સજા ફટકારી છે. કોર્ટે ભોગ બનનાર બાળકીને 1 લાખ વળતર પેટે ચુકવવાનો નિર્દેશ કર્યો છે.

 

 

 

રામોલમાં રહેતા પ્રમોદ વર્માએ 15 નવેમ્બર 2016ના રોજ સાંજે પાડોશમાં રહેતી 8 વર્ષીય બાળકીને ધાબે લઇ જઇને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં ગભરાયેલી બાળકીએ પોતાના માતા-પિતાને આ અંગેની જાણ કરવાનું કહેતાં આરોપીએ તેને અને તેના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાલ્યાવસ્થામાં સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ભોગ બનેલી બાળકી ગુમસૂમ રહેતી હોવાથી માતાએ તેને પૂછતાં બાળકીએ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આથી બાળકીના માતા-પિતા પ્રમોદના ઘરે ગયા, તો પ્રમોદ અને રામવીરે પોલીસમાં જાણ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાળકીની માતાએ આરોપી પિતા-પુત્ર વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

 

રામોલ પોલીસે આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું. આ કેસ ચાલી જતાં સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓ તપાસી આરોપીને સખતમાં સખત સજા ફટકારવાની રજૂઆત કરી હતી.