નિવેદન/ ફૈઝલ પટેલનો સક્રિય રાજકારણમાં પ્રવેશ અંગે નનૈયો, કહ્યું – આ કામ આગળ વધારશે

“છેવટે નક્કી કર્યું છે – હું સક્રિય રાજકારણમાં જોડાશે નહીં. સ્વાસ્થ્ય, એજ્યુકેશન એન્ડ ટેક્નોલોજીમાંની મારી હાલની સામાજિક પહેલ પર હું કામ કરવાનું ચાલુ રાખીશ.

Gujarat Others Trending
faisal patel ફૈઝલ પટેલનો સક્રિય રાજકારણમાં પ્રવેશ અંગે નનૈયો, કહ્યું - આ કામ આગળ વધારશે

“છેવટે નક્કી કર્યું છે – હું સક્રિય રાજકારણમાં જોડાઇશ નહીં. સ્વાસ્થ્ય, એજ્યુકેશન એન્ડ ટેક્નોલોજીમાંની મારી હાલની સામાજિક પહેલ પર હું કામ કરવાનું ચાલુ રાખીશ. સ્વ.અહમદ પટેલ જીનો સાચો વારસો દબાયેલા-કચડાયેલા અને વંચિત લોકોની સેવા કરવાનો છે, હું તેમનાં કામ કરવાનું ચાલુ રાખવાનો સંકલ્પ કરું છું.”  આ નિવેદન છે, કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને પીઢ રાજકારણી સ્વ. અહેમદ પટેલનાં સુપુત્ર ફૈઝલ પટેલનાં.

ફૈઝલ પટેલ દ્વારા પોતાનાં ટ્વીટ નાં માધ્યમથી તેમના સક્રિય રાજકારણમાં પ્રવેશ વિશેની ચાલતી અટકળોનો અંત આવ્યો છે. ફૈઝલ પટેલ દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, પોતા સક્રિય રાજકારણમાં પ્રવેશ નહીં કરે અને સ્વ. અહેમદ પટેલે શરુ કરેલા દબાયેલા-કચડાયેલા અને વંચિત લોકોની સેવાનાં કાર્યોને સ્વ. અહેમદ પટેલનાં સાચા વારસા તરીખે મુલવી ફૈઝલ પટેલ આ કાર્યોને આગળ ધપાવશે. ફૈઝલ પટેલ દ્વારા પોતાનાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તે સ્વાસ્થ્ય, એજ્યુકેશન એન્ડ ટેક્નોલોજી ક્ષેત્રમાં પોતાની કામગીરીનાં માધ્યમથી સમાજસેવાનો અહેમદ પટેલનો સેવાયજ્ઞ આગળ ધપાવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…