Gujarat University Campus/ ગુજ યુનિ. કેમ્પસનો બિનજરૂરી ઉપયોગ કરનારા ચેતી જજો, ગુજરાત યુનિવર્સિટી ચલાવી રહ્યું છે સ્પેશિયલ ડ્રાઇવ

ગુજરાત યુનિવર્સીટી બિનજરૂરી વ્યક્તિઓના પ્રવેશ અટકાવવા સ્ટીકર સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીની અંદર આવતીકાલથી એક સ્પેશિયલ ડ્રાઇવ યોજાવાની છે આ સ્પેશિયલ ડ્રાઈવ એક સપ્તાહ માટે થશે જે

Top Stories Ahmedabad Gujarat
Gujarat University

@અનિતા પરમાર

ગુજરાત યુનિવર્સીટી બિનજરૂરી વ્યક્તિઓના પ્રવેશ અટકાવવા સ્ટીકર સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીની અંદર આવતીકાલથી એક સ્પેશિયલ ડ્રાઇવ યોજાવાની છે આ સ્પેશિયલ ડ્રાઈવ એક સપ્તાહ માટે થશે જે ગુજ યુનિની વ્યવસ્થાનાં ભાગ રૂપે ઊભી કરાઈ છે, જેમાં મુલાકાતીઓ માટે રજીસ્ટરમાં એન્ટ્રી કરવી ફરજિયાત રહેશે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્ટીકરથી પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાત યુનિવર્સિટીમાં ૧૯૦૦૦ જેટલા સ્ટીકર કેમ્પસના અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. આ સ્ટીકર અલગ અલગ કેટેગરી વાઇઝ આપવામાં આવ્યા છે જેમકે.. એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, રિસર્ચ સ્કોલર, જોબ ટ્રેની, વિદ્યાર્થી એમ અલગ અલગ કેટેગરીમાં આ સ્ટીકર બનવામાં આવ્યા છે.

આવતીકાલથી આ સ્પેશિયલ ડ્રાઇવની શરૂઆત થશે જેમાં બહારથી આવનારા મુલાકાતીઓ અથવા એવા બિનજરૂરી લોકો જે કેમ્પસનો ઉપયોગ કામ સિવાય કરે છે ટૂંકમાં કહીએ તો અત્યાર સુધીમાં ઘણી બધી યુનિવર્સિટી ક્લોઝ કેમ્પસ ચાલે છે તો ગુજરાતી યુનિવર્સિટી પણ આ તરફ આગળ વધી રહી છે અત્યારે હાલ ગુજરાત યુનિવર્સિટીનું કેમ્પસ ઓપન છે પરંતુ આ સ્પેશિયલ ડ્રાઈવના માધ્યમથી ગુજરાત યુનિવર્સિટીનું કેમ્પસ ક્લોઝ કેમ્પસ બને તેના માટે થઈને સ્ટીકર દ્વારા પ્રવેશની વ્યવસ્થાનો નિર્ણય કરવામાં આવ્યો છે જોકે અત્યારે શરૂઆત એક ટ્રાયલ ભાગરૂપે કરવામાં આવશે. પછીથી તેનું અમલ થઈ શકે છે

આ સાથે જ હોસ્ટેલ તરફથી આવતા ગેટ પર બેરિકેટિંગ કરવામાં આવ્યું છે જેથી તે ગેટથી પ્રવેશના મેળવી શકાય. મુલાકાતીઓ માટે અત્યારે માત્ર એન્ટ્રી કરવાની રહેશે. મુલાકાતી પોતાનું વાહન લઇને આવે તેમને રજીસ્ટરમાં એન્ટ્રી કરીને અંદર પ્રવેશ મેળવવાનો રહેશે. મુલાકાતીઓ કયા કામથી કયા વિભાગમાં કોને મળવા આવ્યા તે તમામ વિગત ભરવાની રહેશે. ચાલી આવતા વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે. ચાલી આવનાર વિદ્યાર્થીઓએ પોતાના આઇડી કાર્ડ સાથે રાખવાના રહેશે. જરૂર પડે આઇડી કાર્ડ પણ તપાસવામાં આવશે.

આ પણ વાંચો:દિલ ધડક રેસ્ક્યુ/સાણંદમાં 9 ફૂટનો મહાકાય અજગર ઘુસી આવતા ગ્રામજનોમાં છવાયો ભય, આ રીતે કરાયું રેસ્ક્યુ

આ પણ વાંચો:ગાંધીનગર/કલોલની આ કંપનીએ એક સાથે 300 કામદારોને નોટીસ વગર કાઢી મુક્યા, થયા બેરોજગાર

આ પણ વાંચો:Surat/સુરતની પુણા પોલીસ સામે માર મારવાના આક્ષેપ સાથે 8 પોલીસ કર્મી સામે ગુનો નોંધાયો