સનસનાટીભરી લૂંટ/ અમદાવાદનો વેપારી ભરૂચમાં લૂંટાયો,200 તોલા સોનાની સનસનાટીભરી લૂંટ

ભરૂચમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા કરતી વધુ એક ઘટના સામે આવી છે. અહીં અમદાવાદના સોનીને લૂંટવામાં આવ્યો છે. સોની પાસેથી 200 તોલા સોનુ અને 5 લાખ લૂંટની થઇ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Top Stories Gujarat Others
Untitled 136 5 અમદાવાદનો વેપારી ભરૂચમાં લૂંટાયો,200 તોલા સોનાની સનસનાટીભરી લૂંટ
  • અમદાવાદનો સોની ભરૂચમાં લૂંટાયો
  • ભરૂચના ઝનોર પાસે સનસનાટીભરી લૂંટ
  • સોનાના દાગીના અને રૂપિયાની લૂંટ
  • બે વાહનમાં આવેલા લૂંટારૂઓએ કરી લૂંટ
  • 200 તોલા સોનુ અને 5 લાખની લૂંટની આશંકા
  • વેપારી દાગીના આપવા જતો હતો ત્યારે બની ઘટના
  • ઉચ્ચ અધિકારીઓનો કાફલો પહોચ્યો

ભરૂચમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા કરતી વધુ એક ઘટના સામે આવી છે. અહીં અમદાવાદના સોનીને લૂંટવામાં આવ્યો છે. સોની પાસેથી 200 તોલા સોનુ અને 5 લાખ લૂંટની થઇ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ સોનીની ઓળખ મુકેશ ત્રિલોકચંદ તરીકે થઇ છે.આ ઘટના અંગે પોલીસને જાન થતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે, આ જવેલર્સ દાગીનાની ડિલિવરી આપવા માટે જી રહ્યો હતો. આ દરમિયાન બે વાહનમાં આવેલા લૂંટારૂઓએ દ્વારા લૂંટ ચાલવામાં આવી હતી આ બે કારમાં સવાર 4 થી 5 લોકો પિસ્ટલ જેવા હથિયાર સાથે ઉતર્યા હતા જેણે સોનાના દાગીનાના વેપારીને હથિયાર બતાવી તેની પાસેના 2 કિલો સોનાના દાગીના અને અંદાજિત 5લાખ રૂપિયા લૂંટી લઈ ફરાર થઇ ગયા હતા.

આપને જણાવી દઈએ કે, અમદાવાદના માણેકચોકના રત્નકલાકાર મુકેશ ત્રિલોકચંદ સોની ઝનોર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની કારની પાછળ બે કાર આવી હતી. કારમાં સવાર લોકોએ મુકેશભાઈની કારને રોકી હતી અને બંદૂક બતાવી મુકેશભાઈની કારમાંથી 1 કરોડ રૂપિયાના 200 તોલા સોનાના દાગીના અને 5 લાખ રોકડા લઈને ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો:GIDCમાંથી મળી આવ્યું યુરિયા ખાતર,કંપનીની બે ડિરેકટરો સામે ફરિયાદ

આ પણ વાંચો:ઐતિહાસિક ત્રણ વાનરની પેન્ટિંગમાં જોવા મળ્યા “ચાર વાનર”, જાણો શું કહેવા માંગે છે ચોથો

આ પણ વાંચો:ઓલપાડની અલગ અલગ ખેડૂત મંડળીઓમાં ડાંગરની 9.73 લાખ ગુણીની આવક, પાક 100 કરોડને પાર થાય તેવો આશાવાદ

આ પણ વાંચો:ખૂંટિયાએ વૃદ્ધને લીધા અડફેટે, CCTVમાં જુઓ દિલ ધડક દ્રશ્યો

આ પણ વાંચો:સુરતમાં ટ્યુશન ક્લાસથી ઘરે જતી 8 વર્ષની વિદ્યાર્થીની સાથે રિક્ષા ચાલાકે કર્યા અડપલાં, પોલીસે કરી ધરપકડ