Semiconductor Mission/ સેમીકન્ડકર મિશન રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ પગલું,  2 લાખ રોજગાર સર્જનનો લક્ષ્યાંક

ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા Semiconductor Missionમાં વધુ રોકાણકારોને આકર્ષવામાં આવે તે અપેક્ષા હેઠળ રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિવિધ પ્રતિનિધિમંડળની મુલાકાતો, આંતરરાષ્ટ્રીય રોડ શો અને સ્થાનિક રોડ શોનું આયોજન કર્યું છે.

Top Stories Gujarat Business

ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઈન અને મેન્યુફેક્ચરિંગ (ESDM) અને સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે વૈશ્વિક હબ તરીકે ગુજરાત અગ્રેસર રહે તેવા વિઝન સાથે  રાજ્યે ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ (2022-28) અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ (2022-27) માટે અલગ-અલગ નીતિઓ રજૂ કરીને મહત્વનું પગલું ભર્યું છે. આગામી સમયમાં સેમિકન્ડક્ટર ચિપ્સ વ્યાપક માંગ રહેશે. ખાસ કરીને સંરક્ષણ અને ટેલિકોમ્યુનિકેશન્સમાં સેમિકન્ડકટરનો વધુ ઉપયોગ થઈ શકે છે. ગુજરાત સેમિકન્ડક્ટર નીતિનો ઉદ્દેશ આગામી પાંચ વર્ષમાં 200,000 થી વધુ રોજગારીની તકો ઊભી કરવાનો છે.

માઈક્રોન ટેક્નોલોજીસ ભારતના પ્રવેશ દ્વારથી ગુજરાતમાં પ્રવેશી રહી છે, રાજ્યના વિકાસમાં આ એક મહત્વપૂર્ણ પગલું કહી શકાય. ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા આ ક્ષેત્રમાં વધુ રોકાણકારોને આકર્ષવામાં આવે તે અપેક્ષા હેઠળ રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિવિધ પ્રતિનિધિમંડળની મુલાકાતો, આંતરરાષ્ટ્રીય રોડ શો અને સ્થાનિક રોડ શોનું આયોજન કર્યું છે. આ પ્રતિનિધિમંડળની મુલાકાતો અને રોડ-શોએ રાજ્યને તેની ક્ષમતા દર્શાવવા સક્ષમ બનાવ્યું છે અને તે ઉદ્યોગના નેતાઓ અને સંગઠનો માટે રાજ્યમાં ઉપલબ્ધ સંભવિત તકો વિશે વિચાર-વિમર્શ કરવાની એક અનોખી તક તરીકે સેવા આપી છે.

આ મુલાકાતોએ વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં મદદ કરી છે જે ગુજરાતના વિકાસના વિઝન સાથે સુસંગત છે અને નરેન્દ્ર મોદીના Viksit Bharat@2047ના વિઝનને સાકાર કરવામાં મદદ કરી છે. પરિણામ સ્વરૂપે, જાપાન, દક્ષિણ કોરિયાની કંપનીઓ અને નવી દિલ્હી અને બેંગલુરુની ભારતીય-સ્થિત કંપનીઓએ આ ક્ષેત્રમાં રોકાણની તકો શોધવામાં ઊંડો રસ દર્શાવ્યો હતો.

આ કંપનીઓએ સેમિકન્ડક્ટર ઉદ્યોગોમાં સંશોધન અને વિકાસ, એસેમ્બલી પરીક્ષણ, પેકેજિંગ અને નિર્ણાયક ઘટકોના ઉત્પાદન તરફ તેમનો ઉત્સાહ દર્શાવ્યો છે જે સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે મૂલ્યવાન છે અને વિકાસશીલ એન્જિનિયરિંગ/ટેક્નોલોજી કેન્દ્રો છે. આ સંદર્ભે આંતરરાષ્ટ્રીય રોડ-શો દરમિયાન મળેલી કેટલીક કંપનીઓમાં મિત્સુઇ એન્ડ કંપની (જાપાન), શર્મ કોર્પોરેશન (જાપાન), અવન્સ્ટ્રેટ (જાપાન), હોસીડેન (જાપાન), સિમ્ટેક (દક્ષિણ કોરિયા)નો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય રોડશો દરમિયાન મળેલી અન્ય કંપનીઓમાં સિઓલ સેમિકન્ડક્ટર્સ, વી-ગાર્ડ, એલએએમ રિસર્ચ, ડેલ ટેક્નોલોજીસ, માર્વેલ ટેક્નોલોજીસ, એનએક્સપી સેમિકન્ડક્ટર્સનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં વધારાના મોટા પાયે પ્રોજેક્ટ સ્થાપવા માટે વિવિધ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કંપનીઓ સાથે ફોલોઅપ ચર્ચાઓ ચાલી રહી છે. સેમિકન્ડક્ટર્સ અને ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન જેવા વ્યૂહાત્મક ક્ષેત્રો તરફ ગુજરાત સરકારનો કેન્દ્રિત અભિગમ સપ્લાય ચેઈનના વૈશ્વિક પુનઃ ગોઠવણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને ભારતની આર્થિક સ્થિતિ વધુ મજબૂત કરશે.