Surendranagar/ લખતર ઢાંકી પમપિંગ સ્ટેશન પાસે કેનાલમાંથી મૃત પશુ 30 કલાક પછી કેનાલમાંથી બહાર કઢાયા

વિજય જોષી – પ્રતિનિધિ, લખતર

Gujarat Others
લખતર, ઢાંકી પમપિંગ સ્ટેશન

લખતર તાલુકાના ઢાંકી પમપિંગ સ્ટેશન પાસે મળી આવેલ મૃત પશુ 30 કલાક પછી હાઇડ્રો ક્રેન દ્વારા કેનાલમાંથી બહાર કઢાયા હતા. લખતર તાલુકા સયુંકત નૈતિક માનવ અધિકાર સમિતિ મહિલા પ્રમુખ દ્વારા સુરેન્દ્રનગર ઉચ્ચ અધિકારીઓને પાણી દૂષિત થાય તે પહેલા સાતેય પશુને બહાર કાઢવા ટેલિફોનિક જાણ કરાઈ હતી.

લખતર તાલુકાના ઢાંકી ગામ પાસે એશિયાનું સૌથી મોટું પમપિંગ સ્ટેશન આવેલું છે. આ પમપિંગ સ્ટેશનની જાળી અને પમપિંગ સ્ટેશનથી દુર બનાવવામાં આવેલા અંડરગ્રાઉન્ડ સાયફન જે આઠ નાળા તરીકે ઓળખાય છે. આ આઠ નાળા તરીકે ઓળખાતા વિસ્તારની કેનાલમાંથી અનેકવાર મૃત હાલતમાં સ્ત્રી પુરૂષ સહિત પશુઓના મૃતદેહ મળી આવે છે ત્યારે ગઈકાલે સવારે ખેતરમાં કામ અર્થે જતા ખેડૂત અને શ્રમજીવીઓના ધ્યાનમાં આવેલકે આઠ નાળા પાસે કેનાલમાં સાત ગાયના મૃતદેહ તરી રહ્યા હતા.

આથી તેમના દ્વારા વિડીયો ઉતારી ફોટા પાડી વાયરલ કરવા છતાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા નહોતા. આ બાબતની જાણ લખતર તાલુકા સયુંકત નૈતિક માનવ અધિકાર સમિતિ મહિલા પ્રમુખ ભારતી લખતરિયાને થતા તેમના દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા ઉચ્ચ અધિકારીઓને જાણ કરી મૃતદેહ પાણી દૂષિત થાય તે પહેલા બહાર કાઢી લેવા માગ કરાઈ હતી.

આજે સવારે તંત્ર દ્વારા હાઇડ્રો ક્રેનની મદદથી સાતેય મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહ બહાર કાઢવાની કામગીરી દરમ્યાન લખતર ઇન્ચાર્જ મામલતદાર મહાદેવભાઈ નાકિયા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી પારધી ઉપસ્થિત રહ્યા હતા. હાઇડ્રો ક્રેનની મદદથી સાતેય ગાયના મૃતદેહ કાઢવામાં આવ્યા હતા.


આ પણ વાંચોઃ નવું ઇન્ટરનેટ વેબ-3 નોકરીઓનું કરશે સર્જન, આઈટી સેક્ટરને થશે મોટો લાભ

આ પણ વાંચોઃ પોરબંદર-દાદર ‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ’ ટ્રેનમાં વધારાના ચાર કોચ કાયમી ધોરણે લગાડાશે

આ પણ વાંચોઃ ડીપફેક પર કાર્યવાહી કરવા માટે ભારત સરકારને ગૂગલનું સમર્થન મળ્યું


સુરેન્દ્રનગર જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો 

સુરેન્દ્રનગર જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube
Mobile App : Android | IOS