Not Set/ મંતવ્ય ન્યૂઝનું ‘ગંદી વાત’ કેમ્પેન/ જામનગરની આદર્શ નિવાસી હોસ્ટેલની બિસ્માર સ્થિતિ, સુવિધાથી વંચિત કુમાર હોસ્ટેલ

જામનગર રણજિતસાગર રોડ પર આવેલ આદર્શ નિવાસી હોસ્ટેલનું મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું  છે.  રિયાલિટી ચેકમાં હોસ્ટેલની વરવી વાસ્તવિક્તા સામે આવી છે.  હોસ્ટેલની રૂમમાં બારીઓના કાચ નથી., તો પીવા અને વાપરવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં નથી.  કુમાર હોસ્ટેલમાં કચરાના ઢગલા જોવા મળ્યા. જામનગર રણજિતસાગર રોડ પર આવેલ આદર્શ નિવાસી ( વિકસિત જાતિ ) […]

Gujarat Others

જામનગર રણજિતસાગર રોડ પર આવેલ આદર્શ નિવાસી હોસ્ટેલનું મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું  છે.  રિયાલિટી ચેકમાં હોસ્ટેલની વરવી વાસ્તવિક્તા સામે આવી છે.  હોસ્ટેલની રૂમમાં બારીઓના કાચ નથી., તો પીવા અને વાપરવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં નથી.  કુમાર હોસ્ટેલમાં કચરાના ઢગલા જોવા મળ્યા.

જામનગર રણજિતસાગર રોડ પર આવેલ આદર્શ નિવાસી ( વિકસિત જાતિ ) હોસ્ટેલ નું મંતવ્ય ન્યુઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે શરૂઆત માં જ ઇલેક્ટ્રિક બોર્ડ ખુલ્લા હોવાનું સામે આવ્યું, તો બીજી બાજુ પીવાના પાણી માટે ક્યાંય સગવડ જ ન હોવાનું બહાર આવ્યું હતું, આટલું જ નહીં આદર્શ નિવાસી  ( વિકસિત જાતી)  કુમાર હોસ્ટેલમાં સંડાસ-બાથરૂમના દરવાજાઓ તૂટી ગયા હતા.

અને હોસ્ટેલમાં કચરાના ગંજ જામ્યા હોય તેવી સ્થિતિ હતી, સફાઈ મિશન અભિયાન ના અહીંયા ધજાગરા ઉડી જાય તેવી સ્થિતિ છે, તો બીજી બાજુ હોસ્ટેલ ના રૂમ માં બારીઓના કાચ ના હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે હોસ્ટેલ માં રહેતા વિધાર્થીઓ સુવાના બેડ ને ઠંડી રોકવા માટે ઊંધા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું, જ્યારે હોસ્ટેલ ની દીવાલો પર જ્યાં ત્યાં પાન, મસાલા ની પિચકારીઓ જોવા મળી હતી.

ગટર ના ઢાંકણા જ ન હોવાની સ્થિતિ જોવા મળી હતી, એટલે કે આ હોસ્ટેલ માં સુવિધાઓ નો અભાવ હોવાનું સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું હતું, હોસ્ટેલ ની ઓફીસ તો છે પરંતુ ઓફીસ માં વિધાર્થીઓ રહેતા હોય અને ફરજ પર હાજર કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારી પણ જોવા ન મળ્યા હતા.  હવે જો સરકારી હોસ્ટેલ ની આવી હાલત હોય તો આમાં ક્યાંથી ગ્રામ્ય વિસ્તાર ના બાળકો ને શિક્ષણ નું જ્ઞાન મળે. ?,

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.