મંતવ્ય ન્યૂઝ દ્વારા સરકારી હોસ્ટેલોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું, ત્યારે ભાવનગર શહેરના વૈશાલી સિનેમા પાસે આવેલી ગુજરાત સરકાર સંચાલિત બોયસ હોસ્ટેલમાં જોવા મળી ગંદકીથી ખદબદતી હોસ્ટેલનું બિલ્ડિંગ સાથે સાથે તેની હાલત પણ અત્યંત જર્જરિત હતી. એટલું જ નહીં રૂમના દરવાજા અને બારીઓ પણ તૂટેલી જોવા મળી. વારંવાર રજૂઆત કરવા છતાં દેશના ભાવિ એવા વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે.
ભાવનગર શહેરના વૈશાલી સિનેમા પાસે આવેલા ગુજરાત સરકાર સંચાલિત બોયસ હોસ્ટેલની હાલત કાફોડું બની છે. હોસ્ટેલનું બિલ્ડીંગ તદ્દન બિસ્માર હલતે હોવા છતાં સરકાર દ્વારા રીંકવશન કે નવા બિલ્ડીંગ માટે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા યુવાનોમાં રોષ જોવા મળ્યો હતો. મંતવ્ય ન્યુઝની ટીમ જ્યારે રિયાલિટી ચેક કરવા પહોચી ત્યારે જોવા મળ્યું કે બિલ્ડીંગ માં જ્યાત્યાં ગાબડા પડેલા છે તો ક્યાંક વગર ચોમાસે પાણી જાવે છે. જ્યારે અંદરની હાલત જોવા જઈએ તો રૂમના દરવાજા અને બારીઓ તૂટેલી છે હાલ પડી રહેલી ઠંડીમાં વિદ્યાર્થીઓ બીજા ત્રીજા માળે બારી વગરના રૂમમાં રહે છે. વિદ્યાર્થીઓ પાસે થી જાણવા મળ્યું કે વારંવાર રજુઆત કરવા છતાં દેશના ભાવિ એવા વિદ્યાર્થીઓ હેરાન પરેશન થાય છે. જે અંગે સરકાર કોઈ યોગ્ય પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
