gujrat education board/ ગુજરાત : બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષાખંડના CCTV ફૂટેજની ચકાસણીમાં થયો ઘટસ્ફોટ, ગ્રામ્યમાં 21 ગેરરીતિના નોંધાયા કેસ

ગુજરાતમાં બોર્ડ પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ પરીક્ષાખંડના CCTVની ચકાસણી કરતાં મોટો ઘટસ્ફોટ થયો છે. CCTV ફૂટેજની ચકાસણી કરતાં ગેરરીતિના વધુ કેસો સામે આવ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 04 04T135229.016 ગુજરાત : બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષાખંડના CCTV ફૂટેજની ચકાસણીમાં થયો ઘટસ્ફોટ, ગ્રામ્યમાં 21 ગેરરીતિના નોંધાયા કેસ

ગુજરાતમાં બોર્ડ પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ પરીક્ષાખંડના CCTVની ચકાસણી કરતાં મોટો ઘટસ્ફોટ થયો છે. CCTV ફૂટેજની ચકાસણી કરતાં ગેરરીતિના વધુ કેસો સામે આવ્યા છે. ફૂટેજમાં સામે આવ્યું કે અમદાવાદ ગ્રામ્યમાં 21 જેટલા લોકો પરીક્ષાખંડમાં બોર્ડની પરીક્ષામાં ચોરી કરી રહ્યા હતા. પરીક્ષાખંડના CCTV ફૂટેજ ચકાસતા 27 જેટલા લોકોની હિલચાલ વધુ શંકાસ્પદ લાગી હતી.

જિલ્લા કક્ષાએ આ બાબતે વધુ તપાસ કરતાં 21 જેટલા લોકોએ પરીક્ષાના વર્ગખંડમાં ચોરી કરી હતી. જ્યારે 6 લોકો નિર્દોષ સાબિત થયા હતા. CCTV ફૂટેજના આધારે 21 વિદ્યાર્થીઓના કેસ DEO કચેરીને મોકલી આપવામાં આવ્યા છે. જે સંદર્ભે કચેરી CCTV ફૂટેજની પૂર્ણતઃ તપાસ કર્યા બાદ સંબંધિત યોગ્ય નિર્ણય લેવામાં આવશે. 21 ગેરરીતિના કેસમાં ધોરણ-10ના 13, ધોરણ-12 સાયન્સના 1 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 7 કેસ નોંધાયા હતા. બોર્ડ દ્વારા આ તમામ 21 કેસમાં હિયરીંગ કરાયા બાદ સજા મામલે નિર્ણય કરાશે.

મહત્વનું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. રાજ્યમાં બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓ પકડાયા હતા. જો કે કેટલાક વિદ્યાર્થી વધુ ઉસ્તાદ નીકળ્યા જે શિક્ષકની નજરમાં આવી શક્યા નહોતા. આ ઉસ્તાદ વિદ્યાર્થી શિક્ષકની નજરથી બચી ગયા પરતું CCTVમાં કેદ થઈ ગયા છે. અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં 21 ગેરરીતિના કેસ નોંધાયા. વિદ્યાર્થીઓ પર ગેરરીતિ મામલે હિયરીંગ હાથ ધરવામાં આવી હતી. આજે ગ્રામ્ય ડીઈઓ કચેરી દ્વારા હાથ ધરવામાં આવેલ હિયરીંગ સેશન પૂર્ણ થયું હતું. બોર્ડ નિયમ મુજબ પરીક્ષા દરમ્યાન કાપલી આપવી, ઉત્તરવહી બદલવી તેમજ કોઈ સાહિત્યની આપ-લે કરવું ગુનો ગણાય છે. પરીક્ષા ખંડના CCTV ફૂટેજની ચકાસણીમાં વિદ્યાર્થીઓ આ નિયમનું ઉલ્લંઘન કરતા નજરે પડ્યા છે. અને આ ફૂટેજના આધારે આ વિદ્યાર્થીઓના કેસમાં હિયરીંગ કરતા તમામ વિગતો ડીઈઓ કચેરી બોર્ડને મોકલવામાં આવી છે. આગામી દિવસોમાં ગુજરાત શિક્ષણ બોર્ડ રાજ્યમાં સામે આવેલા તમામ ગેરરીતિના કેસનું હિયરીંગ હાથ ધરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો:Gujarat News/મહીસાગરમાં શિક્ષણજગતને શર્મશાર કરતી ઘટના, ‘હાથમાં છે વ્હીસ્કી, આંખમાં છે પાણી’ ગીત પર બાળકોએ કર્યો ડાન્સ

આ પણ વાંચો: Latest Surat News/ડાયમંડસીટી સુરતમાં હત્યાના ગુનામાં વધારો, 1 દિવસમાં થઈ 4 હત્યા