Uttarpradesh News ;મહિલા ત્રણ બાળકોની માતા છે અને એક શખ્સના પ્રેમમાં પાગલ છે. તેણે પ્રેમીને ઘરમાં રાખવા પતિ પાસે માંગણી કરી. પતિએ ઈન્કાર કરતા ગુસ્સે થયેલી પત્ની થાંભલા પર ચઢી ગઈ.
સોશિયલ મિડીયા પર આમ પણ રોજ કઁઈકને કંઈક વાયરલ થતું હોય છે. કેટલીક પોસ્ટ તો ભરોસો કરી ન શકાય તેવી હોય છે. કેટલીક પોસ્ટ જોઈને હસવુ આવી જાય છે. ઉત્તરપ્રદેશના ગોરખપુરનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક મહિલા વિજળીના થાંભલા પર ચઢી ગઈ હતી.
આ બનાવ યુપીના પિપરાઈચ વિસ્તારના કબાડી રોડનો છે. આ કેસમાં મહિલા ત્રણ બાળકોની માતા છે અને એક વ્યક્તિના પ્રેમમાં પાગલ છે. તેણે પ્રેમીને ઘરમાં રાખવા પતિ પાસે માંગમી કરી. પતિએ ઈન્કાર કરતા તે નારાજ થઈ ગઈ અને ગુસ્સામાં આવીને થાંભલા પર ચઢી ગઈ. પતિએ પણ કહ્યું કે તે પત્નીના પ્રેમીને પોતાના ઘરમાં રાખી કેવી રીતે શકે. હવે આ વિડીયો સોશિયલ મિડીયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો જાતજાતની કોમેન્ટ કરી રહ્યા છે.
પોલીસને જ્યારે માહિતી મલી કે મહિલા પોલ પર ચઢી ગઈ છે તો પોલીસ પણ ચોંકી ઉઠી અને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં વિદ્યુત ટીમના કર્મચારીઓમે મહિલાને સમજાવીને નીચે ઉતારી હતી.
સોશિયલ મિડીયા પર વાયરલ મેસેજ મુજબ એક યુઝર્સે લખ્યું છે કે પ્રેમ કરનારાઓને હાલમાં ખબર નહી પડે પરંતુ ત્યારે ખબર પડશે જ્યારે પ્રેમીની અસલિયત ખબર પડશે. ત્યારે પહેલો પતિ યાદ આવશે.
અન્ય એક યુઝર્સે લખ્યું છે કે ઉત્તરપ્રદેશ બિહારમાં આવા પ્રકારના કેસ વધુ જોવા મળે છે. આવી પત્નીને તરત બહાર કાઢો.
આ પ્રેમ એટલો સરળ નથી એટલું સમજી લેજો, આગનો દરિયો છે અને તરીને જવાનું છે. હે પ્રભુ અવતાર લો ધરતી પર પાપ ખૂબ વધી ગયા છે.
આ પણ વાંચો:મોટા એક્ટર સાથે કામ કરવાની ઘેલછામાં ફસાઈ અભિનેત્રી, લાલચ આપી હેવાને આચર્યું દુષ્કર્મ
આ પણ વાંચો:ભાઈને બહેનની દારૂ પીવાની આદત ન ગમતાં કરી હત્યા અને પછી લાશ સાથે જે કર્યું….
આ પણ વાંચો:ચાલુ ટ્રેનમાંથી રજનીકાંતે TTEને માર્યો ધક્કો, સામેથી આવતી ટ્રેને કચડી નાખ્યો
આ પણ વાંચો:મહિલા જજ પણ સુરક્ષિત નથી! ઓફિસર પર લગાવ્યા જાતીય સતામણીના આરોપ, હવે જાનથી મારી નાખવાની મળી ધમકી