કેરળ/ ચાલુ ટ્રેનમાંથી રજનીકાંતે TTEને માર્યો ધક્કો, સામેથી આવતી ટ્રેને કચડી નાખ્યો

ટ્રેનમાંથી ધક્કો મારવાથી TTEનું મોત થયું છે.

Top Stories India
YouTube Thumbnail 2024 04 03T162656.792 ચાલુ ટ્રેનમાંથી રજનીકાંતે TTEને માર્યો ધક્કો, સામેથી આવતી ટ્રેને કચડી નાખ્યો

કેરળમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઓડિશાના એક પરપ્રાંતિય મજૂરની કથિત રીતે રેલ્વે TTEને ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ટ્રેનમાંથી ધક્કો મારવાથી TTEનું મોત થયું છે. પોલીસે બુધવારે જણાવ્યું કે આરોપી રજનીકાંત, મૂળ ઓડિશાના ગંજમનો વતની છે, તેની પલક્કડ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે તે ટિકિટ વગર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો અને જ્યારે TTEએ તેને પકડી લીધો ત્યારે તે ગુસ્સામાં આવી ગયો અને TTEને ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારી દીધો. ચાલો જાણીએ આ આખો મામલો

સામેથી આવતી ટ્રેને કચડી નાખ્યો

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના એર્નાકુલમથી પટના જતી ટ્રેનમાં બની હતી. એર્નાકુલમ TTE વિનોદને રજનીકાંતે ચાલતી ટ્રેનમાંથી ધક્કો માર્યો હતો. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે જ્યારે TTE ધક્કો માર્યા બાદ રેલ્વે ટ્રેક પર પડ્યો હતો ત્યારે તેને વિરુદ્ધ દિશામાં જતી બીજી ટ્રેને કચડી નાખ્યો હતો. ઘટના બાદ તરત જ આરોપી યુવક રજનીકાંતને નજીકના પલક્કડ જિલ્લામાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

કેવી રીતે બની સમગ્ર ઘટના?

પોલીસે જણાવ્યું છે કે આરોપી રજનીકાંત એર્નાકુલમથી પટના જતી ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરી રહ્યો હતો. TTE વિનોદે તેને પકડી લીધો અને દંડ ભરવા કહ્યું. એફઆઈઆર મુજબ, ટીટીઈ તે સમયે ગેટ પાસે ઊભો હતો. આવી સ્થિતિમાં આરોપી ગુસ્સે થઈ ગયો અને તેણે જાણીજોઈને મારી નાખવાના ઈરાદે ટીટીઈને પાછળથી ધક્કો માર્યો. એવું માનવામાં આવે છે કે અન્ય ટ્રેને TTEને કચડી નાખ્યું હતું, પરિણામે તેનું મૃત્યુ થયું હતું.

302 હેઠળ કેસ નોંધ્યો

થ્રિસુર પોલીસે અન્ય મુસાફરની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. આરોપી રજનીકાંત વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ટીટીઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોંપ્યો છે. રાજ્યના સીએમ પિનરાઈ વિજયને પણ આ ઘટનાને દુઃખદ ગણાવી છે અને ખાતરી આપી છે કે આરોપીઓને યોગ્ય સજા આપવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:યુપીએસસીએ એનડીએ અને નેવલ એકેડેમી પરીક્ષાના પરિણામોની જાહેરાત કરી

આ પણ વાંચો: બાવળામાં ગર્ભપરીક્ષણ કરતાં સ્ત્રીરોગ વિશેષજ્ઞ ડોક્ટર પકડાયા

આ પણ વાંચો: Gujarat University News/ચાર વર્ષના વિલંબ પછી ગુજરાત યુનિ. NAAC માન્યતા પ્રાપ્તિ માટે અરજી કરશે