Surat/ ‘આપ’ સંયોજક કેજરીવાલનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, રોડ શો કરી સુરતીલાલાઓનો માનશે આભાર

‘આપ’ સંયોજક કેજરીવાલનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, રોડ શો કરી સુરતીલાલાઓનો માનશે આભાર

Gujarat Surat
corona 41 ‘આપ’ સંયોજક કેજરીવાલનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, રોડ શો કરી સુરતીલાલાઓનો માનશે આભાર

રાજ્યમાં યોજાયેલી 6 મનપાની ચૂંટણીમાં સુરત ખાતે કેજરીવાલ સંયોજિત આપ ને ભવ્ય વિજય મળ્યો છે. સુરતની 120 બેઠકમાંથી 27  બેઠક  ‘આપ’ને ફાળે ગઈ છે. સુરત શહેરમાં આપ ને મળેલા ભવ્ય પ્રતિસાદ બાદ આજે પ્રથમ વાર આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સુરત આવ્ય છે. સુરત  ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સુરત એરપોર્ટ પર કેજરીવાલ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી તેઓ સર્કિટ હાઉસ જવા રવાના થયા હતા. AAP કાર્યકરો, અગ્રણીઓ પણ સર્કિટ હાઉસ પહોંચ્યા છે. સર્કિટ હાઉસમાં આગેવાનો સાથે બેઠક કરશે. સર્કિટ હાઉસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.  ત્યાર બાદ બપોરે સુરતમાં કેજરીવાલ રોડ શો કરશે. રોડ શો બાદ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. રોડ શો કરી કેજરીવાલ સુરતીલાલાઓનો આભાર માનશે