સુરતના હજીરા બંદરેથી રો-રો ફેરી જ્યારે ઘોઘા આવી હતી. ત્યારે પીરમબેટ અને ઘોઘાના દરિયામાં આવતી ચેનલ પાસે અચાનક જ બોટમાં રહેલા વૃદ્ધએ દરિયામાં છલાંગ મારી હતી અને મોત વહાલું કર્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતથી ઉપડેલી રો-રો ફેરી માં ભાવનગર જવા માટે વૃદ્ધ બટુક ભાઈ વિઠ્ઠલભાઈ સુતરીયા પણ સવાર હતા. અને જેવો ભાવનગર ના રહેવાસી હતા. પીરમબેટ નજીક દરિયાઈ ચેનલ આવતા કોઈ અગમ્ય કારણોસર આ વૃદ્ધે દરિયામાં ઝંપલાવ્યું હતું. અને મોતને વહાલું કર્યું છે.
ઘટનાની જાણ થતા રો-રો ફેરી ના સંચાલકો દ્વારા થોડા સમય માટે રો-રો ફેરી ને જે તે સ્થળે થોડીવાર માટે ઉભી આપવામાં આવી હતી . અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ગોગા મરી પી.એસ.આઇ એને મંડેરા સહિતનો સ્ટાફ ઘોઘા ટર્મિનલ ખાતે પહોંચ્યો હતો અને દરિયામાં બોટ દ્વારા મૃતકની શોધખોળ હાથ ધરી હતી.