Not Set/ અંતરિક્ષમાં વાગશે ભારતનો ડંકો, જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવશે ચંદ્રયાન – ૨

બેંગલુરુ, ભારતની અંતરિક્ષ એજન્સી ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) તરફથી પોતાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અંગે એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ઈસરોના મુખ્ય પ્રોજેક્ટમાંના એક ચંદ્રયાન – ૨ અંગે જણાવતા સંસ્થાના ચેરમેન કે. સિવાને જણાવ્યું, “આ પ્રોજેક્ટ અમારા માટે સૌથી કઠિન પ્રોજેક્ટમાંનો એક છે અને તેને આગામી વર્ષે જાન્યુઆરી માસમાં લોન્ચ કરવામાં આવશે”. ઈસરોના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ચંદ્રયાન […]

Top Stories India Trending
chandrayaan 2 isro અંતરિક્ષમાં વાગશે ભારતનો ડંકો, જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવશે ચંદ્રયાન - ૨

બેંગલુરુ,

ભારતની અંતરિક્ષ એજન્સી ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) તરફથી પોતાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અંગે એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ઈસરોના મુખ્ય પ્રોજેક્ટમાંના એક ચંદ્રયાન – ૨ અંગે જણાવતા સંસ્થાના ચેરમેન કે. સિવાને જણાવ્યું, “આ પ્રોજેક્ટ અમારા માટે સૌથી કઠિન પ્રોજેક્ટમાંનો એક છે અને તેને આગામી વર્ષે જાન્યુઆરી માસમાં લોન્ચ કરવામાં આવશે”.

ઈસરોના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ચંદ્રયાન – ૨ને લોન્ચ કરવા અંગે જણાવતા તેઓએ કહ્યું, “આગામી વર્ષે જાન્યુઆરી માસમાં GSLV-MK- III-M1 દ્વારા અમે ચંદ્રયાન – ૨ મિશનને લોન્ચ કરીશું”.

ઈસરોના ચેરમેને કહ્યું કે, ” ચંદ્રયાન – ૨ને લોન્ચ કરવા અંગે અમારા દ્વારા દેશભરના તમામ એક્સપર્ટનો રીવ્યુ લેવામાં આવી રહ્યો છે. તેઓએ અમારા દ્વારા કરાયેલા પ્રયાસોની પ્રશંસા કરી છે”

અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાન – ૨એ ઈસરોનો અત્યારસુધીનો સૌથી જટિલ અને મહત્વનો પ્રોજેક્ટ છે.

Chandrayaan II Mission અંતરિક્ષમાં વાગશે ભારતનો ડંકો, જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવશે ચંદ્રયાન - ૨

મીડિયા સાથેની વાતચીતમાં ઈસરોના ચેરમેને જણાવ્યું, ” ચંદ્રયાન – ૨નું વજન વધીને હવે ૩.૮ ટન જેટલું થયું છે. આ અરસામાં હવે આ યાન ગ GSLV દ્વારા લોન્ચ કરવામાં આવી શકતું નથી”.

ઈસરો દ્વારા GSLVમાં કરાયા ફેરફાર 

આ કારણે ઈસરો દ્વારા લોન્ચ વ્હિકલને રીડીઝાઇન કરીને GSLV-MK- IIIના હેઠળ કરવામાં આવશે અને આ યાનની લોન્ચિંગ સમય ૩ જાન્યુઆરીથી ૧૬ ફેબ્રુઆરી વચ્ચેનો રાખવામાં આવ્યો છે.

તેઓએ વધુમાં કહ્યું હતું ક,કે, “આ દુનિયાનું પહેલું મિશન છે, જે સાઉથ પોલની નજીક જશે”.

dhoni 8 અંતરિક્ષમાં વાગશે ભારતનો ડંકો, જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવશે ચંદ્રયાન - ૨

લોન્ચ કરવાની સાથે ભારત બનશે દુનિયાનો ચોથો દેશ

આ મિશનને લોન્ચ કરવાની સાથે જ ભારત ચંદ્ર પર પહોચનાર ચોથો દેશ બની જશે. જો કે ટેકનિકલ ખરાબીના કારણે આ મિશનના લોન્ચની તારીખ લંબાવવામાં આવી રહી હતી, પરંતુ હવે ઈસરોના આ એલાન સાથે જ ભારતનું આ સપનું પૂર્ણ થવા જઈ રહ્યું છે.

અત્યારસુધીમાં ચન્દ્ર સુધી પહોચવામાં અમેરિકા, રશિયા અને ચીન આગળ હતા. પરંતુ હવે આ યાદીમાં ભારત અને ઇઝરાયેલ પણ જોડાવા જઈ રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, ભારત અને ઇઝરાયેલમાંથી કયો દેશ ચંન્દ્ર પર પહોચનારો ચોથો દેશ બનશે”.