Not Set/ શુઝ-કપડાના પૂંઠાના બોક્ષની આડમાં  વિદેશી દારૂની 888 બોટલો સાથે આઇશર ઝડપાઇ : રૂ. 13.42 લાખના મુદામાલ બે શખ્સો ઝબ્બે

લીંબડી પોલિસે વિદેશી દારૂની 888 બોટલો, પૂંઠાના બોક્ષમાં પરચૂરણ સામાન, રોકડા અને મોબાઇલ સાથે કુલ મળીને રૂ.13,42,790ના મુદામાલ બે શખ્સો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat Trending
new daru 2 શુઝ-કપડાના પૂંઠાના બોક્ષની આડમાં  વિદેશી દારૂની 888 બોટલો સાથે આઇશર ઝડપાઇ : રૂ. 13.42 લાખના મુદામાલ બે શખ્સો ઝબ્બે

લીંબડી હાઇવે પર શુઝ, કપડાના પૂંઠાના બોક્ષની આડમાં લઇ જવાતી વિદેશી દારૂની 888 બોટલો સાથે આઇશર ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. લીંબડી પોલિસે વિદેશી દારૂની 888 બોટલો, પૂંઠાના બોક્ષમાં પરચૂરણ સામાન, રોકડા અને મોબાઇલ સાથે કુલ મળીને રૂ.13,42,790ના મુદામાલ બે શખ્સો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

new daru 1 શુઝ-કપડાના પૂંઠાના બોક્ષની આડમાં  વિદેશી દારૂની 888 બોટલો સાથે આઇશર ઝડપાઇ : રૂ. 13.42 લાખના મુદામાલ બે શખ્સો ઝબ્બે

આસામ મિઝોરમ બોર્ડર વિવાદ / આસામની સરહદ હૈલાકાંડી જિલ્લાની શાળામાં બોમ્બ બ્લાસ્ટ , કોઇ જાનહાનિ થઇ નથી

લીંબડી પીએસઆઇ વી.એન.ચૌધરી સહીતનો પોલિસ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે લીંબડી તરફથી એક છીંકણી કલરના તાડપત્રી બાંધેલા આઇશર નં- GJ-05-AZ-6765 વાળીમાં કપડા તથા અન્ય ચીજવસ્તુઓની આડમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઇને  નેશનલ હાઇવે નંબર 47 પર રાસ્કા ગામના બોર્ડ પાસે આઇશર ગાડીને આંતરીને નીકળ્યા હતા.

new daru 3 શુઝ-કપડાના પૂંઠાના બોક્ષની આડમાં  વિદેશી દારૂની 888 બોટલો સાથે આઇશર ઝડપાઇ : રૂ. 13.42 લાખના મુદામાલ બે શખ્સો ઝબ્બે

રાજકારણમાં એન્ટ્રી / પૂર્વ આઇપીએસ અમિતાભ ઠાકુરે યુપીના સીએમ યોગી સામે આગામી વિધાનસભા ચૂંટણી લડવાની કરી જાહેરાત

રાજસ્થાન ભીલવાડાના ધુવાલા ગામના ગણેશભાઇ બાલુજી બક્તાવરજી જાતે ગુર્જર અને રાજસ્થાન ભીલવાડાના દંતેડી ગામના રામુભાઇ હરદેવજીભાઇ ગીરધારીજી લુકણ જાતે ગુર્જરને ગાડીમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ- 888, કિંમત રૂ. 2,66,400, તથા શૂઝ, કપડા, સેનીટાઇઝર, થર્મોશ, થેલા સહિતની પરચૂરણ વસ્તુઓ મળી કિંમત રૂ. 5,67,830, રોકડા રૂ. 2060, મોબાઇલ 3, કિંમત રૂ. 6000, તાડપત્રી કિંમત રૂ. 500, આઇશર ગાડી કિંમત રૂ. 5,00,000 મળી કુલ રૂ. 13,42,790નો મુદામાલ ઝબ્બે કર્યો હતો.

સરહ8દ પર ઉજવણી / LOC પર ભારત અને પાકિસ્તાનના સૈનિકોએ એકબીજાને મીઠાઇ આપી

લીંબડી પોલિસના દારૂના આ દરોડામાં પીએસઆઇ વી.એન.ચૌધરી, પી.એમ.ધાંધલ, એ.એન.અંગારી, રવિરાજસિંહ ઝાલા, નિલેશભાઇ ચાવડા, મયુરધ્વજસિંહ ઝાલા તથા રવિભાઇ અને મહેશભાઇ વાઘેલા સહિતનો લીંબડી પોલિસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ લીંબડી પીએસઆઇ વી.એન.ચૌધરી ચલાવી રહ્યાં છે.

sago str 5 શુઝ-કપડાના પૂંઠાના બોક્ષની આડમાં  વિદેશી દારૂની 888 બોટલો સાથે આઇશર ઝડપાઇ : રૂ. 13.42 લાખના મુદામાલ બે શખ્સો ઝબ્બે