Amareli News: અત્યારે લગ્નની મોસમ ચાલી રહી છે. સહુ કોઈ લગ્નના આનંદ માણવામાં મસ્ત છે ત્યારે લોકો ભૂલી જાય છે કે આપણા માટેની મજા કોઈના માટે મુસીબત પેદા ના કરે. આવું જ અમરેલીના વડિયામાં જોવા મળ્યું છે. રસ્તાઓ પર વરઘોડો લઈ નીકળયા બાદ ફટાકડાથી કચરો થયા બદલ સ્વચ્છતા કરવામાં આવી ન હોવા બદલ સ્થાનિકો હેરાન થયા છે.
અમરેલી જીલ્લાના વડિયામાં સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડતાં દેખાઈ રહ્યાં છે. વડીયાની મુખ્ય બજારમાં નીકળેલ વરઘોડામાં ફટાકડાથી ચારેબાજુ કચરો જોવા મળ્યો હતો. ફટાકડાથી કચરો થતાં રસ્તા પર આવેલી વેપારીઓની દુકાન આગળ કચરાના ઢગલા જોવા મળ્યા છે. બધી બાજુ ગંદકી ફેલાઈ છે. મુખ્ય બજારમાં કચરાથી વેપારીઓને પણ પરેશાની થઈ રહી છે. હાલાકી વેઠતાં વેપારીઓ રોષે ભરાયેલા છે.
આ પણ વાંચો:સેન્સેક્સ 72500ની સપાટીએ 195 વધીને બંધ રહ્યો
આ પણ વાંચો:રાજ્યમાં સરકારી ઇજનેરી કોલેજોમાં સ્ટાફની ઘટ, વિભાગમાં 1010 જગ્યા ખાલી
આ પણ વાંચોઃ BSE સેન્સેક્સ 84 પોઈન્ટના ઘટાડા સાથે 72,220 પર ખુલ્યો, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં