Not Set/ સ્વંત્રતા દિવસ પહેલા ગુજરાત માટે ગૌરવની વાત, રાજ્યના 19 પોલીસકર્મીઓને આ ખાસ એવોર્ડ

આઝાદીના પર્વ પર આપવામાં આવનારા આ એવોર્ડની જાહેરાતમાં 19 પોલીસ કર્મીઓમાં 2 પોલીસકર્મીને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવશે….

Gujarat Others
એવોર્ડ

15 મી ઓગષ્ટ આઝાદીના સૌથી મોટા પર્વને દિવસે સૌથી મોટી ઉજવણી કરવામાં આવનાર છે અને આ ઉજવણીને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે આ પહેલા ગુજરાત માટે એક ગૌરવની વાત સામે આવી છે. રાજ્યના 19 પોલીસ કર્મીઓને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ ની જાહેરાત કરાઈ છે.

આ પણ વાંચો : અમદાવાદમાં સાવકી માતા પુત્રને ઉતારો મોતને ઘાટ, મૃતદેહ છુપાવા કર્યું આવું….

હકીકતમાં, 15 મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસના અવસર પર ભારતભરના પોલીસ વિભાગમાં પોતાની સરાહનીય કામગીરી કરવા માટે પોલીસ ઓફિસરોને મેડલ આપવામાં આવશે, જેમાં ગુજરાતના 19 પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ સામેલ છે, જેઓને સ્વતંત્ર પર્વ પર પોલીસ અધિકારી, કર્મચારીઓને મેડલ અપાશે.

આ પણ વાંચો :  પેટ્રોકેમિકલ્સ ચોરી, ગેરકાયદે વેચાણના કૌભાંડનો પર્દાફાશ : 70000 કિલો પેટ્રો કેમિકલ્સના જથ્થો જપ્ત 

આઝાદીના પર્વ પર આપવામાં આવનારા આ એવોર્ડની જાહેરાતમાં 19 પોલીસ કર્મીઓમાં 2 પોલીસકર્મીને રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ આપવામાં આવશે, જયારે ગુજરાતના 17 પોલીસકર્મીઓને પોલીસ મેડલ એનાયત કરાશે.

આ 19 પોલીસ ઓફિસરોમાં હાલોલના DySP હરપાલસિંહ રાઠોડને રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ અને આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્સ ઓફિસર પ્રેમજી પરમારને રાષ્ટ્રપતિ ચંદ્રક અપાશે.

આ પણ વાંચો :  સુરેન્દ્રનગરના વિદ્યાર્થીએ મનાલીમાં આયોજીત ટેકવોન્ડો ચેમ્પીયનશીપમાં સિલ્વર મેડલ મેળવ્યો,

15 મી ઓગષ્ટના રોજ મળનારા એવોર્ડમાં આ 19 પોલીસ ઓફિસરોના નામ શામેલ છે :

  • હરપાલસિંહ રાઠોડ, DySP હાલોલ
  • પ્રેમજીભાઈ પરમાર, ASSISTANT INTELLIGENCE OFFICER ગાંધીનગર
  • દશરથ સિંહ ગોહિલ, DySP, IB ગાંધીનગર
  • હર્ષ કુમાર ચૌધરી, DySP, SRPF અમદાવાદ
  • જ્યોતિન્દ્રાગીરી ગોસ્વામી, PI ગાંધીનગર
  • બકુલભાઈ ગુંદાની, DySP ગાંધીનગર
  • દુર્ગેશ ભાઈ પટેલ, DySP – SRPF ભરૂચ
  • અરજણભાઈ બારડ, DySP – SRPF રાજકોટ
  • અનિલ કુમાર પટેલ, DySP – SRPF સુરત
  • પ્રવીણભાઈ ચૌધરી, DySP બનાસકાંઠા
  • નરેન્દ્ર કુમાર ગોંડલિયા, ASSISTANT INTELLIGENCE OFFICER ગાંધીનગર
  • પ્રવીણભાઈ વણઝાર, PSI – અમદાવાદ ATS
  • મોહમ્મદ રફીક ચૌહાણ, ASI – રાજકોટ રૂરલ
  • રાજેન્દ્રસિંહ સિસોદિયા, ASI ગોધરા
  • રમેશચંદ્ર વાઘેલા, હેડ કોન્સ્ટેબલ – અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
  • જગદીશભાઈ દવે, હેડ કોન્સ્ટેબલ – અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
  • મનીષ કુમાર પટેલ, હેડ કોન્સ્ટેબલ – અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
  • જિતેન્દ્ર કુમાર પટેલ, હેડ કોન્સ્ટેબલ – સુરત

આ પણ વાંચો : કોરોનાની ત્રીજી લહેરની આશંકા રાજકોટ જીલ્લામાં એક લાખથી વધુ બાળકોનો સર્વે

આ પણ વાંચો :ખાનગી એગ્રોના માલિકે એકસપાયરી ડેટ ધરાવતો દવાનો જથ્થો પધરાવી દેતા એક ખેડૂતને ભારે નુકસાન