Not Set/ અમદાવાદમાં સાવકી માતા પુત્રને ઉતારો મોતને ઘાટ, મૃતદેહ છુપાવા કર્યું આવું….

અમદાવાદમાં એક પછી એક હત્યાના બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે આવામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક માતાએ જ પોતાના દીકરા…

Ahmedabad Gujarat
અમદાવાદમાં

અમદાવાદમાં એક પછી એક હત્યાના બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે આવામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક માતાએ જ પોતાના દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો છે. માતા દ્વારા પુત્રની હત્યા કરાવવામાં આવ્યા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સાથેજ લોકોમાં રોષનો માહોલ પણ ફેલાયેલો છે. જોકે સમગ્ર મામલે એવી માહિતી સામે આવી છે કે સાવકી માતાએ પુત્રની હત્યા કરાવી દીધી છે.

આ પણ વાંચો : રાજય માં આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ નહિ યોજાય

આ મામલે મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં આવેલ દસ્ક્રોઈ તાલુકાના કણભા ગામે એક માતાએ તેનાજ પુત્રની હત્યા કરી નાખી હોવાનો બનાવ સામે આવ્યો છે.માતા અને પુત્ર વચ્ચે રૂપિયાને લઈને બોલાચાલી થઈ હતી. જે બોલાચાલી બાદ સાવકીએ માતાએ હત્યાની યોજના બનાવી લીધી. 25 લાખ જેટલી મોટી રકમ માટે આ બોલાચાલી થઈ હતી. જે બોલાચાલી બાદ ખૂની ખેલ ખેલાઈ ગયો.

હત્યારી માતાએ તેના પુત્રને મોતને ઘાટ ઉતારવા માટે તેના 3 મિત્રોની મદદ લીધી હતી. જેમણે હત્યાને અંજામ આપ્યો હતો. સાંભળીને આપને નવાઈ લાગશે કે માતાએ હત્યા કરાવીને તેના પુત્રના મૃતદેહને નદીમાં ફેકાવી દીધો હતો. જેથી કરીને કોઈને પણ આ હત્યા વીશે જાણ ન થયા. પરંતુ તેની એક પણ ચાલાકી ન ચાલી અને હાલ પોલીસે તેને ઝડપી પાડી છે. આરોપીઓએ હત્યાને અંજામ આપ્યો હતો તે ફરાર છે જેમને પોલીસ શોધી રહી છે.

આ પણ વાંચો :કોરોનાની ત્રીજી લહેરની આશંકા રાજકોટ જીલ્લામાં એક લાખથી વધુ બાળકોનો સર્વે

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ અમદાવાદમાં એક માતાએ તેના ત્રણ વર્ષના બાળકને મોતને ઘટ ઉતાર્યો હતો.શહેર કોટડામાં રહેતી પરિણીતાને એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. પ્રેમ સંબંધમાં બાળકને લઇ કંકાસ થતા માતાએ બાળકની હત્યા કરી નાંખી હતી. બાળકની હત્યા કરી નાંખી હતી. આ પછી માતા અને પ્રેમીએ સાથે મળી પાલનપુરમાં દાટી દીધો હતી.

શહેર કોટડા પોલીસે માતા અને પ્રેમીની ધરપકડ કરી લીધી છે. હત્યારી માતા અને પ્રેમીએ 8મી ઓગસ્ટના રોજ પાલનપુર જઇ બાળકને દાટી દીધો હતો. શહેર કોટડા પોલીસ અને મેજિસ્ટ્રેટ સમક્ષ ખાડો ખોદી બાળક શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો :કોરોનાની તણાવપૂર્ણ સ્થિતિમાં સમગ્ર વિશ્વ આકર્ષાઈને યોગ અપનાવી રહ્યું છે : શિશુપાલજી

આ પણ વાંચો : માંગરોળ શ્રીજી ક્રેડિટ કો.ઓ.સોસાયટી બેન્કના રોકાણકારોના નાણાં ડૂબ્યાં, તાળા લાગતા પોલીસ ફરીયાદ