Kutch border: રણ, દરિયો અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા સંવેદનશીલ કચ્છ જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ સતત એલર્ટ પર છે. તાજેતરમાં સીમા સુરક્ષા દળ (BSF)ને મોટી સફળતા મળી છે, જેમાં હરામી નાળા અને ક્રીક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપી પાડવામાં આવી છે.
Kutch border: ઘૂસણખોરીનો ખતરો?
પ્રાપ્ત માહિતી મુજબ, BSFના જવાનો નિયમિત પેટ્રોલિંગ દરમિયાન ક્રીક વિસ્તારમાં એક શંકાસ્પદ બોટ તરતી હાલતમાં નજરે પડી હતી. તુરંત કાર્યવાહી કરીને બોટને કબજે લેવામાં આવી અને તેની તપાસ હાથ ધરાઈ. પ્રાથમિક તપાસમાં બોટમાંથી માછીમારી માટેના સાધનો અને જાળ મળી આવ્યા છે, જ્યારે કોઈ વિસ્ફોટક કે અન્ય શંકાસ્પદ વસ્તુઓ મળી નથી.

આ ઘટનાને પગલે સમગ્ર સરહદી વિસ્તાર (Kutch border)માં સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે અને ‘રાઉન્ડ ધ ક્લોક’ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.આ પહેલાં પણ કચ્છના દરિયાકાંઠે શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે આવી છે. છેલ્લા 4 દિવસમાં કુલ 47 નશીલા પદાર્થના પેકેટો જપ્ત કરવામાં આવ્યા છે. લખપત નજીકના વિસ્તારોમાંથી ચરસના પેકેટો મળતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.
આ સિવાય, સિંધોડી ગામના દરિયાકાંઠેથી તાજેતરમાં એક મોટો ડ્રોનનો કાટમાળ પણ મળી આવ્યો હતો, જેના કારણે સુરક્ષા દળો દોડતા થઈ ગયા હતા. આ તમામ ઘટનાઓને ગંભીરતાથી લઈને દરિયાઈ સુરક્ષા કવચ વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. માંડવીથી લઈને લકી નાળા સુધીના સમગ્ર કોસ્ટલ વિસ્તારમાં મરીન પોલીસ અને BSF દ્વારા સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે, આંતરરાષ્ટ્રીય સરહદ પર ટેકનિકલ દેખરેખ પણ વધારી દેવામાં આવી છે જેથી કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી અટકાવી શકાય.
આ પણ વાંચો:ભારત-બાંગ્લાદેશ સીમા પર BSFનો નવો પ્લાન, હવે સાપ અને મગર કરશે સુરક્ષા!
આ પણ વાંચો:વિસ્ફોટોથી હચમચી ગયું પંજાબ,ત્રણ કલાકમાં જલંધર,અમૃતસરમાં BSF BSF હેડક્વાટરની બહાર બ્લાસ્ટ
આ પણ વાંચો:કચ્છના કોરી ક્રીકમાં BSFની મોટી કાર્યવાહી, 15 પાકિસ્તાની ઘૂસણખોરો બે બોટ સાથે ઝડપાયા
