Ahmedabad: અમદાવાદમાં સંબંધોને શર્મસાર કરતી વધુ એક ઘટના બની છે. નરાધમ પિતાએ દસ વર્ષની દીકરીને તેની હવસનો શિકાર બનાવતા ચકચાર મચી ગઈ છે. શહેરના સોલા વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. દીકરાને નાસ્તો લેવા માટે બહાર મોકલીને પિતાએ આ દુષ્કર્મ આચર્યુ છે. દીકરીએ માતાને વાત ણાવતો આ આખો મામલો બહાર આવ્યો છે.
દીકરીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડીને પોલીસને જામ કરવામાં આવી છે. માતા સોલા પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હેવાન પિતાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
અમદાવાદમાં આવી જ ઘટના મહિના પહેલા બની હતી. તેમા સગા બાપે 14 વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજાર્યુ હતું. નરાધમ પિતાએ એક વર્ષ સુધી દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેના લીધે દીકરી ગર્ભવતી બની હતી. સગીરાએ સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપતા આ ઘટના જ પ્રકાશમાં આવી હતી. આ ઘટના બતાવે છે કે ગુજરાતમાં મહિલા સલામતીને લઈને સ્થિતિ કેટલી ખરાબ છે. હવે મહિલાઓ તો ઠીક બાળકીઓ પણ સલામત રહી નથી. કુટુંબમાં નરાધમ પાકતા હોય ત્યારે પછી બહારના સ્થળોની કે અજાણ્યા સ્થળોની તો વાત જ ક્યાં કરવી.
હોસ્પિટલે આના પગલે પોલીસને જાણ કરી હતી. તેના પગલે પોલીસે સગીરા અને તેની માતાની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન દીકરીએ પિતાએ તેના પર કરેલા અત્યાચારનો ખુલાસો કર્યો હતો. તેના પછી સગીરાની માતાએ પિતા સામે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, તેના પગલે પોલીસે બળાત્કારી બાપની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ મુજબ રાજ્યમાં મહિલાઓની છેડતી, મારઝૂડ, આત્મહત્યા, બળાત્કાર અને ઘરેલું હિંસાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં 2018થી 2022 દરમિયાન મહિલા અત્યાચારના કુલ 23,117 કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા ત્રણ વર્ષમાં બળાત્કારની કુલ 6,524 ઘટનાઓ બની છે.
આ પણ વાંચો: અમદાવાદમાં રેપના કેસમાં આરોપીઓને કોર્ટે 20 વર્ષની આકરી સજા ફટકારી
આ પણ વાંચો: અમદાવાદના મેઘાણીનગરમાં દિવ્યાંગ યુવતી પર ગેંગરેપ, મદદના બહાને આચર્યુ દુષ્કર્મ
આ પણ વાંચો: અમદાવાદમાં રેપ વિથ લૂંટ મામલે પાલનપુરમાંથી ઝડપાયા પાંચ આરોપી