દિલ્હી હાઈકોર્ટે પોલીસ, દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારને દિલ્હીની ગાર્ગી કોલેજમાં મહિલા વિદ્યાર્થીઓની છેડતીનાં મામલામાં નોટિસ ફટકારી છે. આ કેસની સીબીઆઈ તપાસની માંગ કરતી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે સોમવારે આ નોટિસ ફટકારી છે. દરેકને 30 એપ્રિલનાં રોજ જવાબો દાખલ કરવા કહેવામાં આવ્યું છે.
વકીલ મનોહર લાલ શર્માએ આ અરજી દાખલ કરી છે, અરજીમાં માંગ કરવામાં આવી હતી કે સીબીઆઈએ કોર્ટની દેખરેખ હેઠળ આ મામલાની તપાસ કરવી જોઇએ. મનોહર લાલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં આ અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે ગુરુવારે કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈ દ્વારા તપાસ માટે દાખલ કરેલી પીઆઈએલ પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડે, ન્યાયધીશ બી.આર. ગવઈ અને ન્યાયાધીશ સૂર્ય કાંતની ખંડપીઠે અરજદારને કહ્યું હતું કે, તેઓએ આ માટે દિલ્હી હાઈકોર્ટમાં જવું જોઈએ. જે બાદ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેની સોમવારે સુનાવણી થઈ હતી.
આ કેસ 6 ફેબ્રુઆરીનો છે. દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજમાં વાર્ષિક ઉત્સવ દરમિયાન, બહારનાં લોકોએ પ્રવેશ કર્યો હતો અને મહિલા વિદ્યાર્થીઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર લખીને તેનો વિરોધ નોંધાવ્યા બાદ પોલીસે 9 ફેબ્રુઆરીએ કેસ નોંધ્યો હતો. આઈપીસીની કલમ 452, 354, 509 અને 34 હેઠળ હૌજખાસ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો હતો. ત્યારબાદ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી ધરપકડ કરી હતી. આ કેસમાં હજુ સુધી 12 ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પ્રથમ 10 ધરપકડ કરાયેલા, જેમને જામીન મળી ગયા છે. આ કેસમાં પોલીસે વધુ બે લોકોની ધરપકડ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
