Not Set/ ભાવનગરમાં સ્ક્રેપ યાર્ડ માટે ઉજળી તકો : ત્રણ વેપારીઓએ MOU પણ કર્યા

ભાવનગર જિલ્લામાં સ્ક્રેપ યાર્ડ બનશે તો જેમ અલંગને લીધે ભાવનગર વિશ્વના નકશા પર અલગ ઉભરી આવ્યું છે તેમ વહીકલ સ્ક્રેપ યાર્ડ માટે પણ એક અલગ પહેચાન બનશે. સાથે જ ભાવનગરમાં નવા વેપાર ધંધા અને રોજગારીની તકો માટે નવા રસ્તાઓ ખુલશે.

Top Stories Gujarat
scrap 3 ભાવનગરમાં સ્ક્રેપ યાર્ડ માટે ઉજળી તકો : ત્રણ વેપારીઓએ MOU પણ કર્યા

ભારતમાં પ્રથમ વહીકલ  સ્ક્રેપ યાર્ડ સ્થાપવા ગુજરાતની પસંદગી કરવામાં આવી છે. અને જેમાં પણ ભાવનગરમાં અલંગ અને ફરનેસ રોલિંગ મિલ હોવાને લઇ ભાવનગરમાં સ્ક્રેપ યાર્ડ માટે ઉજળી તકો ઉભી થઇ છે. અને ભાવનગરના ત્રણ વેપારીઓએ MOU પણ કર્યા છે. ત્યારે જો સરકારની નવી પોલિસી સાથે ભાવનગર જિલ્લામાં સ્ક્રેપ યાર્ડ બનશે તો જેમ અલંગને લીધે ભાવનગર વિશ્વના નકશા પર અલગ ઉભરી આવ્યું છે તેમ વહીકલ સ્ક્રેપ યાર્ડ માટે પણ એક અલગ પહેચાન બનશે. સાથે જ ભાવનગરમાં નવા વેપાર ધંધા અને રોજગારીની તકો માટે નવા રસ્તાઓ ખુલશે.

દંડ / ફરાળના નામે ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ વેચતા વેપારીઓ ચેતજો, રાજકોટમાં ત્રણ જવાબદારોને 2,95,000 હજાર દંડ ફટકારાયો

scrap ભાવનગરમાં સ્ક્રેપ યાર્ડ માટે ઉજળી તકો : ત્રણ વેપારીઓએ MOU પણ કર્યા

 

ભાવનગર શહેરના મોડેસ્ટ કંપની પણ આશરે 17 કરોડના સાધનો ખરીદીને મોડેસ્ટ કંપનીની બાજુમાં ખાલી જગ્યામાં એક યુનિટ બનાવે તેવી શક્યતાઓ છે, તો અન્ય બે કંપનીઓ પણ અલંગ, ઘોઘા કે ભાવનગરની આસપાસ 15 કિલોમીટરમાં બનાવવાની સંભાવનાઓ છે. ભાવનગરની ત્રણ કંપનીએ સરકાર સાથે MOU કર્યા છે. અને 15 વર્ષ જુના વાહનો સ્ક્રેપ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ભાવનગરમાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડ માટે ભાવનગરના ત્રણ ઉદ્યોગપતિએ MOU કર્યા છે. ભાવનગર શહેરમાં દેશનો પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવા માટે સરકાર વર્ચ્યુલ શરૂઆત કરીને સ્ક્રેપ યાર્ડના ધારાધોરણો નક્કી કરવા જઈ રહી છે. જો કે, હાલમાં આ યાર્ડ ક્યાં બનશે તે નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ એક પ્રકારની ખાસ GIDC ઉભી કરવાની તરફ સરકાર વિચારણા કરી રહી છે.

વેક્સિન નહીં તો એન્ટ્રી નહીં! / કોરોના સંકટને લઈ પંજાબ સરકાર સખ્ત, રાજ્યમાં એન્ટ્રી માટે હવે આ રીપોર્ટ જરૂરી

scrap 2 ભાવનગરમાં સ્ક્રેપ યાર્ડ માટે ઉજળી તકો : ત્રણ વેપારીઓએ MOU પણ કર્યા

ભાવનગરના ત્રણ ઉદ્યોગપતિઓએ સરકાર સાથે MOU કર્યા છે. મોડેસ્ટ કંપનીના માલિક મેહુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, વ્હીકલ સ્ક્રેપ યાર્ડના MOU કરવામાં આવ્યા છે. જેમાં સ્ક્રેપ હાઈટેક ટેકનોલોજીથી કરવામાં આવશે. જેના મશીન વિદેશથી મંગાવવામાં આવશે. હાલમાં ઇટલી, ફ્રાન્સ અને જર્મની સ્ક્રેપ કરવાના સાધનો બનાવે છે. મોડેસ્ટ કંપની પોતાની જુના બંદર પાસેની મોડેસ્ટ કંપનીની બાજુમાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવશે. મોડેસ્ટ એક યુનિટ બનાવશે જેમાં સાધનોનો ખર્ચ માત્ર 17 કરોડ એક યુનિટનો થાય છે, જેમાં જમીનની ગણતરી નથી. વ્હીકલ સ્ક્રેપ યાર્ડમાં હાઈટેક સાધનોથી રબ્બર, પ્લાસ્ટિક, કાસ્ટિંગ અને સ્ટીલ અલગ કરવાના રહેશે અને પર્યાવરણને નુકશાન થાય નહિ તેવી રીતે કામગીરી કરવાની રહેશે. જ્યારે અન્ય બે કંપનીઓ ભાવનગર કે ઘોઘા નજીક પોતાનો વ્હીકલ યાર્ડ સ્થાપી શકે છે.

પર્દાફાશ / પેટ્રોકેમિકલ્સ ચોરી, ગેરકાયદે વેચાણના કૌભાંડનો પર્દાફાશ : 70000 કિલો પેટ્રો કેમિકલ્સના જથ્થો જપ્ત 

scrap 4 ભાવનગરમાં સ્ક્રેપ યાર્ડ માટે ઉજળી તકો : ત્રણ વેપારીઓએ MOU પણ કર્યા

ભાવનગરનું ચેમ્બરબ ઓફ કોમર્સ સરકારના વ્હીકલ સ્ક્રેપ યાર્ડના કાર્યક્રમમાં અમદાવાદ પોહચ્યું હતું. સરકારે કચ્છ ભાવનગરને વ્હીકલ સ્ક્રેપ યાર્ડ માટે સાત જેટલા ઉદ્યોગપતિઓ સાથે MOU કર્યા છે જેમાં ત્રણ ભાવનગરના ઉદ્યોગપતિઓ છે. જેમાં ભાવનગરની મોનો સ્ટીલ કંપની, મોડેસ્ટ કંપની અને માસ્કોટ કંપનીનો સમાવેશ થાય છે. ભાવનગર શહેરમાં હાલ કોઈ પણ સ્થળે વ્હીકલ સ્ક્રેપ યાર્ડનું નિશ્ચિત સ્થળ નક્કી કરવામાં આવ્યું નથી. ભાવનગર અલંગમાંથી નીકળતા સ્ટીલ બાદ બીજું માધ્યમ દેશ અને વિદેશમાંથી આવતા ભંગાર થયેલા વાહનો છે. ભાવનગરના ઘાંઘળી, માઢિયા અને અલંગ પાસે સરકારના તંત્ર દ્વારા જમીનો જોવામાં આવી છે. ભવિષ્યમાં સરકાર GIDC બનાવવા આગળ વધી શકે છે. હાલમાં સ્ક્રેપ યાર્ડ માટે જમીન ફાળવાઈ નથી, પણ કોઈ શરૂ કરવા માંગે તો ધારાધોરણ મુજબ પોતાની જમીનમાં સ્ક્રેપ યાર્ડનો પ્રારંભ કોઈ પણ સ્થળે જિલ્લામાં ઉભો કરી શકે છે.

મધ્યપ્રદેશ / આઝાદીના પર્વ પહેલા ગ્વાલિયરમાં ઘટી મોટી દુર્ઘટના, તિરંગો લગાવતી વખતે ક્રેન તૂટતા 3 ના મોત

જો કે અલંગ પાસે બનવાની સંભાવનાઓ સૌથી વધુ છે. સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે અને જે કોઈ પોતાનું વાહન સ્ક્રેપમાં આપશે તે વ્યક્તિને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. જેના દ્વારા નવા વાહન ખરીદીમાં ટેક્સ સહિતની રાહતોનો લાભ લઇ શકાશે. સ્ક્રેપ યાર્ડ બનવાથી સરકારના 15 વર્ષ જુના વાહનો સ્ક્રેપમાં જશે અને ભાવનગર રોલિંગ મિલને દેશનો સ્ક્રેપ મળવાથી ઈમ્પોર્ટ કરવું પડતું સ્ટીલ ઈમ્પોર્ટ નહિ કરવું પડે. 15 વર્ષ પહેલાના વાહનો સ્ક્રેપમાં જવાથી રસ્તા ઉપર વાહનોની સંખ્યામાં ઘટાડો આવશે જેથી બંધ પડતા વાહનોથી થતા ટ્રાફિક જામ કે અકસ્માત ઘટી જશે. સૌથી મોટો ફાયદો પ્રકૃતિને થવાનો છે, જેમાં પ્રકૃતિની હવા શુદ્ધ થશે. હવામાંથી પ્રદુષણ ઘટી જશે અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો હલ આવશે.

majboor str 7 ભાવનગરમાં સ્ક્રેપ યાર્ડ માટે ઉજળી તકો : ત્રણ વેપારીઓએ MOU પણ કર્યા