Not Set/ જાણો…24 ઓક્ટોબરે PM મોદી ગુજરાતનાં કયા વિધ ઇ-પ્રકલ્પનું કરશે લોકાર્પણ…

@અરૂણ શાહ, મંતવ્યન્યૂઝ – અમદાવાદ… ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 24 ઓક્ટોબર – શુક્રવારે અનેકવિધ સુવિધાલક્ષી પ્રકલ્પનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવશે. વિશ્વના સૌથી મોટા રોપ-વે પ્રોજેક્ટના ઇ-લોકાર્પણમાં મુખ્યપ્રધન વિજય રુપાણી અને અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં હ્રદયરોગ હોસ્પિટલ વિસ્તૃતિકરણ પ્રોજેક્ટના ઇ-લોકાર્પણમાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે. ગિરનાર રોપ-વે ઇ-લોકાર્પણ માઁ […]

Top Stories Gujarat Others
lokarapan જાણો...24 ઓક્ટોબરે PM મોદી ગુજરાતનાં કયા વિધ ઇ-પ્રકલ્પનું કરશે લોકાર્પણ...

@અરૂણ શાહ, મંતવ્યન્યૂઝ – અમદાવાદ…

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 24 ઓક્ટોબર – શુક્રવારે અનેકવિધ સુવિધાલક્ષી પ્રકલ્પનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવશે. વિશ્વના સૌથી મોટા રોપ-વે પ્રોજેક્ટના ઇ-લોકાર્પણમાં મુખ્યપ્રધન વિજય રુપાણી અને અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં હ્રદયરોગ હોસ્પિટલ વિસ્તૃતિકરણ પ્રોજેક્ટના ઇ-લોકાર્પણમાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે.

ગિરનાર રોપ-વે ઇ-લોકાર્પણ

માઁ ની નવલી નવરાત્રિ પર્વ નિમિત્તે ગુજરાતમાં અમલી અનેકવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું 24-ઓક્ટોબર શુક્રવારે ઇ-લોકાર્પણ કરવામાં આવશે. વિશ્વનો સૌથી લાંબો જૂનાગઢ-ગિરનાર રોપ-વે તૈયાર થઇ ગયો છે..ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જૂનાગઢ ગિરનાર રોપ-વે ઇ-લોકાર્પણ કરાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી જૂનાગઢ-ગિરનાર-રોપ-વે ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગિરનાર આવતાં પ્રવાસીઓ માટે અનોખું નજરાણું બની રહેશે.

યુ.એન.મહેતા હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધાનું લોકાર્પણ

નવજાત શિશુને જન્મતાની સાથે જ જો હ્રદયરોગ હશે તો અત્યાધુનિક સુવિધા પ્રાપ્ય બની શકે એ હોસ્પિટલનું વડાપ્રધાનના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવશે. નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ યુ.એન.મહેતા હોસ્પિટલમાં આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

કિસાન સર્વોદય યોજનાનું ઇ-લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કિસાન સર્વોદય યોજનાનો પ્રારંભ પણ ઇ-લોકાર્પણના માધ્યમથી કરાશે. કિસાન સર્વોદય યોજના મુજબ હવે ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહે તે હેતુ રહેલો છે. ગુજરાતમાં ભારતીય કિસાન સંઘ સહિત ખેડૂત સંસ્થાઓએ કરેલી રજૂઆતને મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારે સાનુકૂળ પ્રતિસાદ આપીને કેન્દ્ર દ્વારા અમલી બનેલી કિસાનન સર્વોદય યોજનાનો લાભ હવે ગુજરાતને પણ મળશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ , મધ્યગુજરાતના દાહોદ અને ઉત્તરગુજરાતના પાટણ ખાતે દિવસે વીજળી આપવા હેતુ કિસાન સર્વોદય યોજનાનનું ઇ-લોકાર્પણ થશે.

24 ઓક્ટોબર શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અનેક વિધ ઇ-પ્રકલ્પના લોકાર્પણ દ્વારા ગુજરાતની પ્રજાને આરોગ્ય – પ્રવાસન અને કૃષિલક્ષી સુવિધા પૂરી પાડવામાં આવી છે…..