Not Set/ હંમેશા ફીટ રહેતા અક્ષય કુમાર પણ આવ્યા કોરોનાની ઝપટમાં, ટ્વીટ કરી આપી જાણકારી

બોલિવૂડમાં કોરોનાએ હવે ધમાલ મચાવી છે. હવે રોજ એક નવા બોલિવૂડ સ્ટાર કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે.

Top Stories Entertainment
1 29 હંમેશા ફીટ રહેતા અક્ષય કુમાર પણ આવ્યા કોરોનાની ઝપટમાં, ટ્વીટ કરી આપી જાણકારી

બોલિવૂડમાં કોરોનાએ હવે ધમાલ મચાવી છે. હવે રોજ એક નવા બોલિવૂડ સ્ટાર કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે. અક્ષય કુમારે ટ્વીટ કરીને પોતે કોરોના સંક્રમિત હોવાની માહિતી આપી છે.

1 30 હંમેશા ફીટ રહેતા અક્ષય કુમાર પણ આવ્યા કોરોનાની ઝપટમાં, ટ્વીટ કરી આપી જાણકારી

અમદાવાદ / સિવિલમાં કોરોનાનો આંતક, 12 ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ ઝપટમાં

અક્ષય કુમારે પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાનો કોરોનાનો ટેસ્ટ કરાવી લે. વળી, અક્ષય કુમારે એમ પણ કહ્યું છે કે, તેણે પોતાને અલગ કરી દીધા છે અને સતત તે ડોક્ટરોનાં સંપર્કમાં છે. અક્ષય કુમારે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, ‘હું તમને બધાને જણાવવા માંગું છું કે આજે સવારે મારો કોવિડ-19 નો રિપોર્ટ પોઝિ઼ટિવ આવ્યો છે. મેં બધા પ્રોટોકોલોને અનુસરીને પોતાને અલગ કરી દીધો છે. હું ઘરે ક્વોરેન્ટીન છું અને બધી જરૂરી મેડિકલ સંભાળ રાખું છું. હું વિનંતી કરું છું કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે બધા તેમનો ટેસ્ટ કરાવે અને પોતાની સંભાળ લે. ટૂંક સમયમાં એક્શનમાં પાછો ફરીશ.’

કોરોના વિસ્ફોટ / 92,943 નવા કેસ સાથે કોરોનાની ગતિ અવિરત, કુલ કેસ સવા કરોડ,સક્રિય કેસ 6.87 લાખ

ઉલ્લેખનીય છે કે, કોરોનાવાયરસ ખૂબ જ ઝડપથી ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં કેર ફેલાવી રહ્યો છે. એક પછી એક ઘણા બધા બોલિવવૂડ સેલેબ્રિટી આ વાયરસનો ભોગ બની રહ્યા છે. ભોજપુરી ફિલ્મની હોટ અભિનેત્રી મોનાલિસા અને પોતાના માસૂમ ચહેરાથી તેના ફેનનાં દિલોમાં રાજ કરતી આલિયા ભટ્ટ પણ તાજેતરમાં કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય કાર્તિક આર્યન, આમિર ખાન, પરેશ રાવલ સહિતનાં કલાકારો પણ વાયરસથી યુદ્ધ લડી રહ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ