જૂની પેન્શન યોજના/ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર : ભાજપ સરકાર આગામી સમયમાં જૂની પેન્શન યોજના ફરી લાગુ કરશે

શિક્ષણ મંત્રી ડિંડોરએ સંકેત આપ્યા કે ભાજપ સરકાર રામ મંદિરની જેમ જૂની પેન્શન યોજનાને મહત્વ આપશે અને આ સ્કીમ ફરી શરૂ કરવામાં આવશે.

Top Stories Gujarat
Mantay 1 શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર : ભાજપ સરકાર આગામી સમયમાં જૂની પેન્શન યોજના ફરી લાગુ કરશે

સાબરકાંઠામાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જૂની પેન્શન સ્કીમ (OPS)ને લઈને મોટું નિવેદન આપ્યું. શિક્ષણમંત્રીએ એક કાર્યક્રમ દરમ્યાન જૂની પેન્શન શરૂ કરવા લઈને જણાવ્યું કે ભાજપ સરકાર રામ મંદિરની જેમ પેન્શન વ્યવસ્થા લાગુ કરશે. વધુમાં તેમણે કહ્યું કે ટૂંક સમયમાં શિક્ષણ જગત સહિત સરકારી કર્મચારીઓની માંગણીઓ પૂર્ણ થશે. શિક્ષણમંત્રીએ જિલ્લા શિક્ષક સંઘના ચિંતન શિબિર અને અધિવેશન કાર્યક્રમ દરમ્યાન આ નિવેદન આપ્યું. દરમ્યાન તેમણે એમ પણ કહ્યું કે જૂની પેન્શન યોજના જરૂર લાગુ થશે પરંતુ તે ક્યારે શરૂ કરવામાં આવશે તેને લઈને હાલ કોઈ નિશ્ચિત સમય નક્કી નથી. ડિંડોરે આ કાર્યક્રમમાં જણાવ્યું કે ઓલ્ડ પેન્શન મુદ્દે ભાજપ સરકાર યોગ્ય નિર્ણય લેશે કેમકે આ પ્રશ્ન માત્ર શિક્ષણ વિભાગ નહી પરંતુ અન્ય 26 વિભાગને પણ આ બાબત અસર કરે છે.

શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના જૂની પેન્શન યોજના (OPS) ફરી શરૂ કરવાને લઈને નિવેદન આપતા શિક્ષણ જગત અને સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. હિમંતનગરમાં કાકણોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શિક્ષણમંત્રીએ પેન્શન વ્યવસ્થા આગામી સમયમાં લાગુ થશે તેમ આડકતરો ઇશારો કરતા જણાવ્યું. સાથે એ પણ કહ્યું કે ભાજપ સરકાર જ ફરી જૂની પ્રણાલીને જાગૃત કરશે. નોંધનીય છે કે શિક્ષણ જગત સહિત સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન વ્યવસ્થા લાગુ કરવાની માંગને લઈને અનેક વખત રજૂઆત કરી હતી. ખાસ કરીને શિક્ષકોએ આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવતા આંદોલનનો આશરો લીધો હતો.

કેન્દ્ર સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2004માં જૂની પેન્શન યોજના નાબુદ કરવામાં આવી હતી. તે સમયે જૂની પેન્શન સ્કીમ રદ કરતા મોટો ઉહાપોહ મચ્યો હતો. આ મામલે અનેક વખત ફરી યોજના લાગુ કરવાને લઈને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી છતાં કોઈ નિર્ણાયક પગલા લેવામાં આવ્યા નહોતા. જો કે હાલમાં રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં OPS યોજના ફરી લાગુ કરવામાં આવતા ગુજરાતમાં પણ આ યોજના શરૂ કરવા માંગ કરવામાં આવી હતી.

જૂની પેન્શન સ્કીમ (OPS)એક યોજના છે જેમાં સરકારી કર્મચારીઓનો પગાર તેમની નિવૃત્તિ પર આધારિત હોય છે. જૂની પેન્શન યોજનામાં કર્મચારીઓને વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થાનો લાભ મળતો હતો. તેમજ નિવૃત્તિ સમયે કર્મચારીને તેમના છેલ્લા પગારના 50 ટકા સુધી ફિક્સ પેન્શન મળવાપાત્ર થશે અને નિવૃત્ત સરકારી કર્મચારીના મૃત્યુ બાદ તેના પરિવારના સભ્યોને પણ પેન્શનનો લાભ મળે છે. જો જૂની પેન્શન યોજના શરૂ થાય તો આ તમામ બાબતો અસર કરશે. દેશના કેટલાક રાજ્યોમાં આ યોજના ફરી શરૂ થયા બાદ ગુજરાતમાં પણ આ યોજના ફરી લાગુ કરવાના શિક્ષણ મંત્રી ડિંડોરએ સંકેત આપ્યા છે. ડિંડોરે સાથે એમ પણ કહ્યું કે ભાજપ સરકાર રામ મંદિરની જેમ પેન્શન વ્યવસ્થાને મહત્વ આપશે અને યોજના ફરી શરૂ કરવામાં આવશે. આ યોજનામાં લાભાર્થીઓને સરકારી તિજોરમાંથી નાણાં ચૂકવવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:New Ramayana/દર્શકોના દિલ પર રાજ કરે છે નિર્ભય,ટીવી પર નવી રામાયણમાં ભજવશે આ ભૂમિકા

આ પણ વાંચો:Famous villain Ranjit/નેગેટિવ રોલ કરતા જોઈને દર્શકો થરથર કાંપી જતા,નેગેટિવ રોલને કારણે માતા ગુસ્સે થઈને ઘરની બહાર ફેંકી દીધો

આ પણ વાંચો:Entertainment/સલાર: ભાગ 1 – સીઝફાયરે કરી વિશ્વભરમાં 500 કરોડ રૂપિયાની કમાણી