Not Set/ દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા, ચલણ ના ડરથી યુવતીએ આપી આપઘાતની ધમકી

દિલ્હી, દેશમાં 1 સપ્ટેમ્બરથી અમલમાં આવેલા સુધારેલા મોટર વ્હીકલ એક્ટ પછીથી નવી ચર્ચા શરૂ થઈ છે. દરરોજ ચલણ કાપવામાં આવી રહ્યા છે અને દંડ રકમ હજારોમાં છે. કેટલાક 20 હજારનું અને કેટલાક 2 લાખનું ચલન આપી રહ્યા છે. પરંતુ ઘણા લોકો પોલીસકર્મીઓ સાથે પણ ચલણના ડરથી ઘર્ષણ કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો રાજધાની […]

Top Stories India
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 1 દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા, ચલણ ના ડરથી યુવતીએ આપી આપઘાતની ધમકી

દિલ્હી,

દેશમાં 1 સપ્ટેમ્બરથી અમલમાં આવેલા સુધારેલા મોટર વ્હીકલ એક્ટ પછીથી નવી ચર્ચા શરૂ થઈ છે. દરરોજ ચલણ કાપવામાં આવી રહ્યા છે અને દંડ રકમ હજારોમાં છે. કેટલાક 20 હજારનું અને કેટલાક 2 લાખનું ચલન આપી રહ્યા છે. પરંતુ ઘણા લોકો પોલીસકર્મીઓ સાથે પણ ચલણના ડરથી ઘર્ષણ કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો રાજધાની દિલ્હીથી સામે આવ્યો છે જ્યાં સ્કૂટી સવાર યુવતી પોલીસ કર્મચારીઓ સાથે બબાલ કરી આત્મહત્યા કરવાની ધમકી આપવા લાગી હતી.

શનિવારે સવારે, દિલ્હીના કાશ્મીરી ગેટ પાસે  જ્યારે દિલ્હી ટ્રાફિક પોલીસે સ્કૂટી સવારને રોકી  ત્યારે તેણે હંગામો શરૂ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર યુવતીની સ્કૂટી નંબર પ્લેટ તૂટી ગઈ હતી. આ સિવાય સ્કૂટી ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરી રહી હતી, જ્યારે ટ્રાફિક પોલીસે અટકાવીને ચલનની વાત કરી ત્યારે મહિલાએ આત્મહત્યાની ધમકી આપી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે તેણે પહેલા ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું, ત્યારબાદ જો જવા દેવામાં નહીં આવે તો આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, તરત જ યુવતીએ રડવાનું શરૂ કર્યું અને હેલ્મેટ ફેંકી દીધું. યુવતી તેના ઘરેથી ઓફિસ જઇ રહી હતી. જો કે આશરે 20 મિનિટ સુધી ચાલેલા નાટક બાદ પોલીસે મહિલાને છોડી દીધી હતી.

આપને જણાવી દઈએ કે 1 સપ્ટેમ્બરથી દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ અમલમાં આવ્યો છે. નવા નિયમ મુજબ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ભારે દંડ ફટકારવામાં આવે છે. નવો નિયમ અમલમાં આવ્યા પછી, તેના પર ચર્ચા ચાલુ છે. કારણ કે અત્યાર સુધી આવા કિસ્સા સામે આવ્યા છે, જે ચોકાવનારા છે.

દેશના ઘણા ભાગોમાં હજારો રૂપિયાનું ચલણ કાપવામાં આવ્યું છે, બાઇક ચાલક માટે 25 હજાર, ઓટો ડ્રાઇવર માટે 29 હજાર કાપવામાં આવ્યા છે. આ સાથે જ કેટલાક ટ્રકો દ્વારા લાખો રૂપિયાના ચલણ કાપવામાં આવ્યાં છે, જેના કારણે સામાન્ય લોકોમાં ચલણનો ડર ફેલાયો છે.

અત્યાર સુધીમાં, ઘણા રાજ્યોએ આ નિયમમાં ફેરફાર કર્યા છે, કેટલાક રાજ્યોએ ચલણની માત્રામાં ઘટાડો કર્યો છે, જ્યારે કેટલાકએ હજી સુધી આ નિયમ લાગુ કર્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.