Not Set/ કાશ્મીરના કુપવાડાના આર્મી હેડક્વાર્ટર આતંકી હુમલો, ૧ જવાન ઘાયલ

  જમ્મુ-કાશ્મીરના કુપવાડા ક્ષેત્રમાં આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો હતો. જેને સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. કાશ્મીરના કુપવાડાના કલારુસ જંગલ વિસ્તારમાં બનેલા આર્મી હેડક્વાર્ટર પર શુક્રવારે રાત્રે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સેનાના એક જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન શનિવારે પાકિસ્તાન દ્વારા મીઢંર સેક્ટરમાં પણ સીઝફાયર વાયોલેશન કરવામાં આવ્યું હતું જેમાં એક મહિલાનું મોત […]

India
armysoldier કાશ્મીરના કુપવાડાના આર્મી હેડક્વાર્ટર આતંકી હુમલો, ૧ જવાન ઘાયલ

 

જમ્મુ-કાશ્મીરના કુપવાડા ક્ષેત્રમાં આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો હતો. જેને સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. કાશ્મીરના કુપવાડાના કલારુસ જંગલ વિસ્તારમાં બનેલા આર્મી હેડક્વાર્ટર પર શુક્રવારે રાત્રે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સેનાના એક જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન શનિવારે પાકિસ્તાન દ્વારા મીઢંર સેક્ટરમાં પણ સીઝફાયર વાયોલેશન કરવામાં આવ્યું હતું જેમાં એક મહિલાનું મોત થયું છે.

આ અગાઉ ૧૧ જુલાઈએ આતંકવાદીઓ ધ્વારા અમરનાથ યાત્રાળુઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 8 લોકોના મોત થયા હતા જ્યારે 15યાત્રાળુઓ ઘાયલ થયા હતા.

સૂત્રોએ જણાવ્યુ હતું કે આતંકવાદીઓએ ઓછામાં ઓછી 10 મિનિટ સુધી સતત ફાયરિંગ કર્યુ હતું અને આ ગોળીબારમાં 21 જાટ રાયફલના એક જવાન ઇજાગ્રસ્ત થયા હતા. જેમને મિલિટ્રી હોસ્પિટલમાં ડ્રગમુલ્લામાં દાખલ કરવામાં આવ્યા હતા.  સુરક્ષા દળો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. શનિવારે સવારે કાશ્મીર ખીણમાં  સુરક્ષા દળોએ ફરીથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જોકે સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે વોન્ટેડ આતંકવાદી ઝાકિર મૂસા ફરીથી ભાગી ગયો છે.