Political/ અમિત શાહે કહ્યુ- મમતા સરકાર હટાવી ભાજપ સરકાર લાવવી અમારું લક્ષ્ય નથી, અમારું લક્ષ્ય…

દેશમાં કોરોનાકાળ વચ્ચે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

India
PICTURE 4 241 અમિત શાહે કહ્યુ- મમતા સરકાર હટાવી ભાજપ સરકાર લાવવી અમારું લક્ષ્ય નથી, અમારું લક્ષ્ય...

દેશમાં કોરોનાકાળ વચ્ચે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેના કારણે બંગાળમાં રાજકીય ગરમાગરમી તીવ્ર બની છે. ફરી એકવાર દેશનાં ગૃહમંત્રી અને ભાજપનાં અમિત શાહ બંગાળ પ્રવાસ પર છે.

ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહ કોલકાતામાં ભારત સેવા સંઘ પહોંચ્યા અને પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આજે સમગ્ર દુનિયા ભારતીય સંસ્કૃતિ, આપણા સંસ્કાર, જીવન પરંપરાને આદર સાથે જુએ છે, આપણે આ દિશામાં ઘણું કરી શકીએ છીએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, મમતા બેનર્જી સરકારને હટાવ્યા પછી ભાજપ સરકાર લાવવી અમારું ઉદ્દેશ નથી. અમારું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવું છે કે પશ્ચિમ બંગાળની પરિસ્થિતિમાં કોઈ પરિવર્તન આવે, રાજ્યની ગરીબોની સ્થિતિમાં પરિવર્તન આવે, રાજ્યની મહિલાઓની પરિસ્થિતિમાં પરિવર્તન આવે.

તેમણે કહ્યું કે, આ સત્તામાં પરિવર્તન નથી, આ ગંગાસાગર પ્રત્યેનો આદર, આ ક્ષેત્રનાં માછીમારોમાં પરિવર્તન લાવવા વિશે છે. અમિત શાહે કહ્યું કે, બંગાળમાં માછીમારોની માછલી ટીએમસીનાં ગુંડાઓ ખાઇ ગયા. તેમણે સવાલ ઉઠાવ્યો કે, પશ્ચિમ બંગાળમાં જ્યાં સુધી ટીએમસીની સરકાર છે ત્યાં સુધી શું પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઠીક થઇ શકે છે, જ્યા સુધી મમતા બેનર્જીની સરકાર છે? શું બગાળ પ્રગતિનાં માર્ગને અનુસરી શકે છે? અમિત શાહે કહ્યું કે, અમારી સરકાર બન્યા પછી, અમે ખાતરી કરીશું કે કેન્દ્ર સરકારની તમામ પર્યટન યોજનાઓ અહીં લાગુ કરવામાં આવે અને ઉત્તરાયણનો જે મેળો લાગે છે તેવો અહીં એક મોટો પર્યટન સ્થળ બનાવીએ.

Kolkata / મમતાએ બોમ્બ બ્લાસ્ટને દર્શાવ્યો મોટો પ્લાન, કહ્યું – મંત્રીને મારવાનો હતો ગેમ પ્લાન

West Bengal / એક જ જિલ્લામાં અમિત શાહ અને મમતા બેનર્જી વચ્ચે જામશે રેલીઓ

Ahmedabad / સાડા ત્રણ વર્ષની મીતવાના પેટમાંથી નીકળી આટલાં Kgની ગાંઠ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ