Not Set/ હવે વર્ષમાં બે વાર લેવાશે NEET અને JEE ની મેઈન પરીક્ષા – માનવ સંસાધન વિકાસ મંત્રી-પ્રકાશ જાવડેકર

મેડીકલ પ્રવેશ પરીક્ષા અને એન્જીનીયરિંગ ની પ્રવેશ પરીક્ષા નીટ અને જેઈઇ આવતા વર્ષ થી વર્ષમાં બે વાર લેવામાં આવશે એવું માનવ સંસાધન વિકાસ મંત્રી, પ્રકાશ જાવડેકર દ્વારા ઘોષણા કરવામાં આવી છે. દિલ્લી ની એક પ્રેસ કોન્ફોરન્સમાં મંત્રી એ કહ્યું કે, નીટ, જેઈઈ અને નેટની પરીક્ષાનું આયોજન નેશનલ ટેસ્ટીંગ એજન્સી કરશે. અત્યાર સુધી આ પરીક્ષાઓનું આયોજન સીબીએસસી […]

India Trending
prakash javdekar હવે વર્ષમાં બે વાર લેવાશે NEET અને JEE ની મેઈન પરીક્ષા – માનવ સંસાધન વિકાસ મંત્રી-પ્રકાશ જાવડેકર

મેડીકલ પ્રવેશ પરીક્ષા અને એન્જીનીયરિંગ ની પ્રવેશ પરીક્ષા નીટ અને જેઈઇ આવતા વર્ષ થી વર્ષમાં બે વાર લેવામાં આવશે એવું
માનવ સંસાધન વિકાસ મંત્રી, પ્રકાશ જાવડેકર દ્વારા ઘોષણા કરવામાં આવી છે. દિલ્લી ની એક પ્રેસ કોન્ફોરન્સમાં મંત્રી એ કહ્યું કે,
નીટ, જેઈઈ અને નેટની પરીક્ષાનું આયોજન નેશનલ ટેસ્ટીંગ એજન્સી કરશે. અત્યાર સુધી આ પરીક્ષાઓનું આયોજન સીબીએસસી
કરતી હતી. પ્રબંધન સાથે જોડાયેલી સિમેટ અને ફાર્મસી સાથે જોડાયેલી જિપૈટ પરીક્ષાનું આયોજન પણ નેશનલ ટેસ્ટીંગ એજન્સી
કરશે..

નીટ ની પરીક્ષા ફેબ્રુઆરી અને મે મહિનામાં લેવાશે અને જેઈઇ મેન્સ ની પરીક્ષા હર વર્ષે જાન્યુઆરી અને એપ્રિલમાં રાખવામાં
આવશે. પરીક્ષાની ફીસમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જાવડેકર એ કહ્યું કે, આ પરીક્ષાના સિલેબસ, પ્રશ્નો ની પેટર્ન અને
ભાષાના વિકલ્પમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. આ પરીક્ષા કમ્પ્યુટર આધારિત હશે. એમણે કહ્યું છે કે , આ માટે વિદ્યાર્થીઓને
ઘર પર કે કોઈ કેન્દ્ર પર અભ્યાસ કરવા માટેની સુવિધા આપવામાં આવશે જે મફત હશે.
વધુમાં માનવ સંસાધન વિકાસ મંત્રીએ કહ્યું કે આ ફેરફાર વિશેની સૂચનાઓ વેબસાઈટ પર મુકવામાં આવશે. આ નીટ પરીક્ષામાં 13
લાખ વિદ્યાર્થીઓ બેસે છે જયારે જેઈઈ મેન્સમાં ૧૨ લાખ અને યુજીસી નેટમાં ૧૨ લાખ વિદ્યાર્થીઓ બેસે છે. તેમજ સિમેટ માં એક
લાખ અને જીપૈટ માં ૪૦ હજાર વિધાય્ર્થીઓ ભાગ લે છે.

નીટ
દેશ આખાની સરકારી અને પ્રાઇવેટ મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે નીટ ની પરીક્ષા આપવી પદે છે ત્યારબાદ જ તમને
એમબીબીએસ અને બીડીએસ જેવા કોર્સમાં પ્રવેશ મળે છે. એમ્સ અને જેઆઇપીએમઈઆર જેવી દેશની સંસ્થાઓ નીટથી બહાર
છે. બન્ને સંસ્થામાં ચાલતા એમબીબીએસ ના કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે બન્ને સંસ્થા દ્વારા લેવાતી પ્રવેશ પરીક્ષા આપવાની હોય
છે જેના આધારે પ્રવેશ મળશે કે નહિ એ નક્કી થાય છે.

જેઈઈ મેન
એન આઈ ટી , આઈ આઈ ટી અને અન્ય સરકારી માન્યતા વાલી એન્જીનીયર સંસ્થાઓમાં બીટેક ,બીઈ જેવા કોર્સમાં એડમીશન
માટે જેઈઈ મેન પરીક્ષા આપવી પડે છે.

યુજીસી નેટ
જુનીયર રીસર્ચ ફેલોશીપ અને વિશ્વ વિદ્યાલયો તથા કોલેજમાં સહાયક પ્રોફેસર બનવાની લાયકાત માટે હર વર્ષે જુલાઈ અને
ડીસેમ્બરમાં નેટની પરીક્ષાનું આયોજન થાય છે.