Not Set/ #IND vs AUS: ભારતે સિડની ટેસ્ટ માટે 13 ખેલાડી કર્યા પસંદ, અશ્વિનનો સમાવેશ

સિડની: સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી) પર #IND vs AUS વચ્ચેની વર્તમાન સિરીજની ચોથી ટેસ્ટ ગુરુવારથી રમાશે. આ મેચના એક દિવસ અગાઉ ભારતે પોતાના 13 સદસ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. આ દરમિયાનમાં સમાચારોમાં જણાવાયું હતું કે, રવિચંદ્રન અશ્વિન ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા છે, પરંતુ તેમનું નામ સિડની ટેસ્ટના સંભવિતોમાં છે. હવે જણાવાયું છે કે, ટેસ્ટની […]

Top Stories Trending Sports
#India vs AUS: India selects 13 players for Sydney Test, Ashwin also included

સિડની: સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી) પર #IND vs AUS વચ્ચેની વર્તમાન સિરીજની ચોથી ટેસ્ટ ગુરુવારથી રમાશે. આ મેચના એક દિવસ અગાઉ ભારતે પોતાના 13 સદસ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. આ દરમિયાનમાં સમાચારોમાં જણાવાયું હતું કે, રવિચંદ્રન અશ્વિન ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા છે, પરંતુ તેમનું નામ સિડની ટેસ્ટના સંભવિતોમાં છે.

હવે જણાવાયું છે કે, ટેસ્ટની સવારે અશ્વિનની ઉપલબ્ધતા અંગે નિર્ણય લેવામાં આવશે. ભારતે મેલબોર્ન ટેસ્ટ જીતીને સિરીજમાં 2-1ની અપરાજિત સરસાઈ મેળવી લીધી છે. હવે ટીમ ઈન્ડિયાની સામે ઓસ્ટ્રેલિયામાં સિરીજ જીતવાનો પ્રથમ અવસર છે.

બીસીસીઆઈ દ્વારા ટ્વીટર પર ભારતીય ટીમના 13 સદસ્યની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં વિરાટ કોહલી (કેપ્ટન) અજિંકય રહાણે (વાઈસ કેપ્ટન), કે. એલ. રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ અગાઉ કહેવામાં આવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ચોથી ટેસ્ટની માટે ભારતના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા છે. 32 વર્ષીય અશ્વિન મંગળવારે એસસીજીમાં ફિજિયો પેટ્રિક ફરહાર્ટ અને ટ્રેનર શંકર બાસુની સાથે અભ્યાસ કરતા નજરે પડ્યા હતા. તેમણે આશરે એક કલાક કરતા વધુ સમય મેદાન પર વિતાવ્યો હતો.

બીસીસીઆઈએ બુધવારે જણાવ્યું હતું કે, #IND vs AUS વચ્ચે રમાનારી સિડની ટેસ્ટની અંતિમ ઈલેવનમાં અશ્વિનનો સમાવેશ કરવામાં આવશે કે નહિ, તે અંગેનો નિર્ણય ટેસ્ટના દિવસે સવારે લેવામાં આવશે.

13 સદસ્યો વાળી ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે કે. એલ. રાહુલનું નામ છે. જયારે ઝડપી બોલર ઈશાંત શર્માને ભારતીય સ્કવોડમાંથી બહાર રખાયો છે, જયારે ઉમેશ યાદવનો સમાવેશ કરાયો છે. રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવને પણ ફાઈનલ ઈલેવન માટે સ્પર્ધામાં રાખવામાં આવ્યો છે.

સિરીજ દરમિયાન એડિલેડ ટેસ્ટના પહેલાં જ દિવસે અશ્વિનના પેટની ડાબા ભાગની માંસપેશીઓમાં ખેંચાણ આવી ગયું હતું. આમ છતાં પણ ટેસ્ટના પાંચમાં દિવસે તેમણે એક છેડા પરથી બોલિંગ કરી હતી.

અશ્વિને એડિલેડ ટેસ્ટમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 6 (3+3) વિકેટ લીધી હતી અને ભારતે પહેલી ટેસ્ટ 31 રનથી જીતીને સિરીજમાં 1-0 ની સરસાઈ મેળવી લીધી હતી.

ઈજાના કારણે તે (અશ્વિન) પર્થ અને મેલબોર્નમાં રમાયેલી ક્રમશઃ બીજી અને ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમની ફાઈનલ ઈલેવનનો હિસ્સો બની શક્યા ન હતા.