ચેન્નાઈ સુપર કિંગ્સનાં બેટિંગ કોચ માઇકલ હસીએ કોરોનાને સફળતાપૂર્વક હરાવ્યો છે. હસિ કોરોનાને હરાવીને ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા હતા. તેઓ સોમવારે ઓસ્ટ્રેલિયા પહોંચવાની સંભાવના છે. આઇપીએલ મુલતવી રાખવાના 12 દિવસ પછી હસી રવિવારે દોહા પહોંચ્યા હતા. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનનો આરટી-પીસીઆર તપાસ રિપોર્ટ નેગેટિવ રહ્યો છે.
ક્રિકેટ / WTC ની ફાઈનલ માટે ન્યુઝીલેન્ડ ટીમ ઈંગ્લેન્ડ જવા રવાના, શું છે ટીમ ઈન્ડિયાનું અપડેટ?
માઇકલ હસીનો પણ અંતે રિપોર્ટ નેગેટિવ આવતા તે સ્વદેશ જવા રવાના થઇ શક્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સનાં સીઈઓ કે એસ વિશ્વનાથને જણાવ્યું હતું કે હસી ચાર્ટર્ડ પ્લેન દ્વારા દોહા પહોંચ્યો હતો. ત્યાંથી તે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. હુસેન, સંદિપ વોરિયર, વરુણ ચક્રવર્તી, અમિત મિશ્રા, ટીમ સિફર્ટ અને રિદ્ધિમન સાહા અને અન્ય સ્ટાફ બાયો બબલમાં કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળતાં બીસીસીઆઈએ આઈપીએલ 2021 મુલતવી રાખવાનો નિર્ણય કર્યો હતો. આ પછી, બધા ખેલાડીઓ પોતપોતાના ઘરે પરત ફર્યા હતા. જો કે, કોરોના પોઝિટિવ માઇકલ હસીને એરલિફ્ટ કરીને ચેન્નાઈ લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર લાંબા સમયથી હોસ્પિટલમાં કરવામાં આવી હતી.
ક્રિકેટ / જો IPL વિશ્વમાં નંબર-1 છે તો PSL છે નંબર-2ઃ વહાબ રિયાઝ
આઈપીએલ 2021 સમાપ્ત થયા પછી, કેટલાક ખેલાડીઓ અને સ્ટાફ અચાનક પોઝિટિવ મળ્યા હોવાથી ટૂર્નામેન્ટ ટૂંક સમયમાં બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ટૂર્નામેન્ટ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રમાશે કે કેમ તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે. શ્રીલંકા, ઈંગ્લેન્ડ અને સંયુક્ત આરબ અમીરાત – હાલમાં આઈપીએલનું આયોજન કરવા માટે બીસીસીઆઈ પાસે આ ત્રણ વિકલ્પો છે.