WHO/ ઓમિક્રોન મામલે WHOની ટીમ સાઉથ આફ્રિકા તૈનાત…

WHOએ અધિકારીઓની એક ટીમને સર્વેલન્સ પગલાં ઝડપી બનાવવા અને દેશના ગૌટેંગ પ્રાંતમાં વાયરસના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવા માટે ત્યાં પહોંચી છે

Top Stories World
whoooooo ઓમિક્રોન મામલે WHOની ટીમ સાઉથ આફ્રિકા તૈનાત...

દક્ષિણ આફ્રિકામાં ઓનિક્રોનના ચેપના કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ અધિકારીઓની એક ટીમને સર્વેલન્સ પગલાં ઝડપી બનાવવા અને દેશના ગૌટેંગ પ્રાંતમાં વાયરસના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવા માટે ત્યાં પહોંચી છે , જે કોરોના વાયરસના નવા પ્રકારનું કેન્દ્ર છે  આ અંગે એક અધિકારીએ આ માહિતી આપી હતી ,તાજેતરના દૈનિક આંકડાઓ પર નજર નાખતા જાણવા મળે છે કે 11,500 નવા કેસ નોંધાયા છે અને આ પહેલા સંક્રમિતોની સંખ્યામાં 8,500 કેસનો વધારો જોવા મળ્યો હતો. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે અગાઉ નવેમ્બરના મધ્યમાં દરરોજ ચેપના 200 થી 300 કેસ હતા.ચેપના લગભગ 80 ટકા કેસ વધારે નોંધાયા છે..

whoના જણાવ્યા અનુસાર ઓમિક્રોનનો કેસ જે એક અઠવાડિયા પહેલા દક્ષિણ આફ્રિકામાં પ્રથમ આવ્યો હતો, તે હવે વિશ્વના ઓછામાં ઓછા 24 દેશોમાં નોંધાયો છે. “અમે સર્વેલન્સ અને કોન્ટેક્ટ ટ્રેસીંગમાં મદદ કરવા માટે ગૌટેંગ પ્રાંતમાં એક ટીમ તૈનાત કરી રહ્યા છીએ,” WHO ના આફ્રિકા માટેના પ્રાદેશિક કટોકટી નિયામક ડૉ. સલામ ગુએએ ગુરુવારે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. દક્ષિણ આફ્રિકામાં એક ટીમ પહેલેથી જ જીનોમિક સિક્વન્સિંગ પર કામ કરી રહી છે. ગૌટેંગ પ્રાંત દક્ષિણ આફ્રિકાનું આર્થિક કેન્દ્ર છે અને છેલ્લા અઠવાડિયામાં ચેપના લગભગ 80 ટકા કેસ નોંધાયા છે.

સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝ (NICD)એ જણાવ્યું હતું કે લગભગ 75 ટકા નમૂનાઓમાં નવા પ્રકારની વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે.દક્ષિણ આફ્રિકાના નાયબ આરોગ્ય પ્રધાન ડૉ. સિબોન્ગીસેની ડલોમોએ જણાવ્યું હતું કે દેશમાં હાલ વેક્સિનેશ પર ભાર મુકવામાં આવ્યો છે. જેના અતર્ગત હાલ દેશમાં વેકસિનેશન સેન્ટર વધુ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.