Ram Naam Mantra Writing Yagya/ PM મોદી દ્વારા પ્રારંભ કરાયેલ ‘રામ નામ મંત્ર લેખન યજ્ઞ’માં સહભાગી થયા CM ભૂપેન્દ્ર પટેલ

CM ભૂપેન્દ્ર પટેલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ભક્તિ ભાવપૂર્વક દર્શન કરી અભિષેક પૂજા કરી. અને સોમનાથથી અયોધ્યા સુધી રામ નામ લેખન સેતુનું નિર્માણ કરવા બદલ સોમનાથ ટ્રસ્ટને અભિનંદન આપ્યા

Top Stories Gujarat
YouTube Thumbnail 31 PM મોદી દ્વારા પ્રારંભ કરાયેલ ‘રામ નામ મંત્ર લેખન યજ્ઞ’માં સહભાગી થયા CM ભૂપેન્દ્ર પટેલ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં ગુજરાત મુલાકાત દરમિયાન ગાંધીનગરમાં સૌપ્રથમ રામ નામ લેખન યજ્ઞનો પ્રારંભ કરાવ્યો. CM ભૂપેન્દ્ર પટેલ સોમનાથ ખાતે ‘રામ નામ મંત્ર લેખન યજ્ઞ’માં સહભાગી થયા. CM ભૂપેન્દ્ર પટેલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ભક્તિ ભાવપૂર્વક દર્શન કરી અભિષેક પૂજા કરી. અને સોમનાથથી અયોધ્યા સુધી રામ નામ લેખન સેતુનું નિર્માણ કરવા બદલ સોમનાથ ટ્રસ્ટને અભિનંદન આપ્યા.  લેખન યજ્ઞના પ્રથમ દિવસે જ 1.51 લાખ જેટલા રામ નામ લખાયા.

PHOTO 2023 11 04 12 35 12 PM મોદી દ્વારા પ્રારંભ કરાયેલ ‘રામ નામ મંત્ર લેખન યજ્ઞ’માં સહભાગી થયા CM ભૂપેન્દ્ર પટેલ

CM ભૂપેન્દ્ર પટેલની સોમનાથ મંદિર મુલાકાત દરમ્યાન સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી અને સચિવશ્રી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ‘રામ નામ મંત્ર લેખન યજ્ઞ’માં જોડાઈને મુખ્યમંત્રીશ્રીએ પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આજે સોમનાથથી અયોધ્યા રામ નામ લેખન યજ્ઞમાં જોડવાનો ધન્ય અવસર મળ્યો છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે આગામી સમયમાં દેશ-વિદેશના ભાવિકોને રામ નામ મંત્ર લેખન યજ્ઞમાં જોડીને અખંડ ભારતનો રામનામ લેખન સેતુ નિર્માણ કાર્ય કરવાનો સોમનાથ મંદિરના સંકલ્પ શ્રેષ્ઠ છે.

PHOTO 2023 11 04 12 35 15 PM મોદી દ્વારા પ્રારંભ કરાયેલ ‘રામ નામ મંત્ર લેખન યજ્ઞ’માં સહભાગી થયા CM ભૂપેન્દ્ર પટેલ

સોમનાથમાં દેવાધિદેવ મહાદેવ અને શ્રી રામ પ્રભુના સાનિધ્યમાં રામ નામ લેખન આત્માને પ્રસન્નતા આપે છે. જે રીતે ભગવાન રામની સેના દ્વારા રામ નામ લખી સમુદ્ર પર રામસેતુ નિર્માણ કરાયો હતો, તેવી જ રીતે સંઘર્ષપૂર્ણ ભૂતકાળથી આગળ વધી રામનામ લેખન સેતુ દ્વારા નવા ભારતના ભાગ્યોદય થશે. સોમનાથમાં લખાયેલ ‘રામ નામ’ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે સમર્પિત કરવામાં આવશે. સોમનાથ અને રામ મંદિર અદ્વિતીય સમાનતાઓ ધરાવે છે, વિસર્જન બાદ સર્જનની આ મહાગાથા રાષ્ટ્રની એકતાને સુદ્રઢ કરવાનું કાર્ય કરશે.

PHOTO 2023 11 04 12 35 19 PM મોદી દ્વારા પ્રારંભ કરાયેલ ‘રામ નામ મંત્ર લેખન યજ્ઞ’માં સહભાગી થયા CM ભૂપેન્દ્ર પટેલ

તાજેતરમાં પીએમ મોદીએ ગુજરાત મૂલાકાત દરમિયાન “સોમનાથ થી અયોધ્યા રામ નામ મંત્ર લેખન યજ્ઞ” નો પ્રારંભ કરાવ્યો. સોમનાથ ટ્રસ્ટની બેઠક બાદ ગાંધીનગરમાં રાજભવન ખાતે સૌપ્રથમ આ મંત્ર લેખન યજ્ઞમાં રામ નામ લખી અખંડ ભારત નિર્માણનો સંકલ્પ કર્યો. આ રામનામ મંત્ર લેખન યજ્ઞની પરંપરાને આગળ ધપાવતાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે 5 નવેમ્બરની સોમનાથ મુલાકાત દરમિયાન ત્યાંના રામ મંદિરમાં મંત્ર લેખનમાં જોડાયા હતા.


whatsapp ad White Font big size 2 4 PM મોદી દ્વારા પ્રારંભ કરાયેલ ‘રામ નામ મંત્ર લેખન યજ્ઞ’માં સહભાગી થયા CM ભૂપેન્દ્ર પટેલ


આ પણ વાંચો : India’s Second Ally/ આ યુરોપીયન દેશ આતંકવાદ અને સાયબર સુરક્ષાના મુદ્દે ભારત સાથે ઉભો છે, ચીન અને પાકિસ્તાન શ્વાસ રોકી રહ્યા છે

આ પણ વાંચો : સાબરકાંઠામાં આશાપુરા મેડીકલ એજન્સી નકલી દવા મામલે માલિક સામે નોંધ્યો ગુનો

આ પણ વાંચો : વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, ટીનેજર બાળકોની સ્કૂલ બેગમાંથી નીકળ્યું…..