Not Set/ EDની મુદ્દતમાં રાજ ઠાકરેને મળ્યું મોટા ભાઈ ઉદ્ધવનું સમર્થન

મની લોન્ડરિંગ મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) તરફથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેને મળેલી નોટિસનો શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જવાબ આપ્યો છે. તેમણે રાજ ઠાકરેને એમ કહીને સમર્થન આપ્યું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને તપાસમાં કશું મળશે નહીં. ઉલ્લેખનીય છે કે, ઇડીએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના વડાને IL&FS ચુકવણી ડિફોલ્ટ કટોકટીના મામલે સમન્સ જારી કર્યું […]

Top Stories India

મની લોન્ડરિંગ મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) તરફથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેને મળેલી નોટિસનો શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જવાબ આપ્યો છે. તેમણે રાજ ઠાકરેને એમ કહીને સમર્થન આપ્યું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને તપાસમાં કશું મળશે નહીં.

ઉલ્લેખનીય છે કે, ઇડીએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના વડાને IL&FS ચુકવણી ડિફોલ્ટ કટોકટીના મામલે સમન્સ જારી કર્યું છે. જ્યારે શિવસેનાને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે રાજ ઠાકરેને ટેકો આપ્યો અને કહ્યું કે તપાસમાં ઇડીને કશું મળશે નહીં. આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. મનસેના વડા રાજ ઠાકરે છેલ્લા કેટલાક સમયથી વિપક્ષી નેતાઓ સોનિયા ગાંધી અને મમતા બેનર્જીને મળતા રહ્યા છે.

રાજ ઠાકરે ઇવીએમને બદલે બેલેટ પેપરથી ચૂંટણી યોજવા માટેના અભિયાન માટે  મોરચો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજ ઠાકરે  22 ઓગસ્ટે એજન્સીની મુંબઇ ઓફિસમાં તપાસ અધિકારી સમક્ષ હાજર થવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.