યુટ્યુબ ચેનલો (YouTube)દિવસેને દિવસે છલકાઇ રહી છે. પરંતુ આ દરમિયાન ભારત સરકારે એક મોટું પગલું ભર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત સરકારે મંગળવારે (19 જુલાઈ, 2022) મોટી કાર્યવાહી કરી અને 78 YouTube ન્યૂઝ ચેનલ્સ અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આ માહિતી આપી અને કહ્યું કે આ યુટ્યુબ ન્યૂઝ ચેનલો અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટને બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરના જણાવ્યા અનુસાર, સરકારે છેલ્લા બે વર્ષમાં 560 YouTube URL બંધ કર્યા છે. નિષ્ણાતોના મતે, બ્લોક કરેલી યુટ્યુબ ન્યૂઝ ચેનલો પર દર્શકોની સંખ્યા 65 કરોડથી વધુ છે.
વર્ષની શરૂઆતમાં 16 ચેનલો બ્લોક કરવામાં આવી હતી
આ સિવાય પાકિસ્તાનમાંથી 6 યુટ્યુબ ન્યૂઝ ચેનલો કાર્યરત હતી. આ તમામને ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર વ્યવસ્થામાં ભારતની છબીને નુકસાન પહોંચાડવા સાથે બ્લોક કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:ગાંધીનગરની જેમ અંબાજી રેલ્વે સ્ટેશન ઉપર હશે 100 રૂમની બજેટ હોટલ
આ પણ વાંચો:યુવા મોડેલ એસેમ્બલીનો પ્રયોગ : વિધાર્થીઓ બન્યા CM અને ધારાસભ્ય
