World Cup/ ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ કેપ્ટન શેફાલી થઇ ભાવુક,જુઓ વીડિયો

ભારતની સિનિયર ટીમને 2005 અને 2017 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો

Top Stories Sports
11 1 4 ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ કેપ્ટન શેફાલી થઇ ભાવુક,જુઓ વીડિયો

T20 World Cup:  ભારતે ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. પોચેફસ્ટ્રોમના સેનવેસ પાર્કમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાને જીતવા માટે 69 રનની જરૂર હતી, જે તેણે 36 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધી. ભારતીય ટીમની કેપ્ટન શેફાલી વર્મા ચેમ્પિયન બન્યા બાદ ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. પ્રેઝન્ટેશન સેરેમનીમાં શેફાલી વર્મા થોડો સમય રડતી રહી. આ ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શેફાલી વર્માએ એક દિવસ પહેલા જ તેનો જન્મદિવસ ઉજવ્યો હતો, તેથી વર્લ્ડ કપ જીતે તેનો જન્મદિવસ વધુ ખાસ બનાવ્યો હતો.

ભારતની જુનિયર કે સિનિયર (T20 World Cup) મહિલા ટીમ આ પહેલા ક્યારેય વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી નથી. ભારતની સિનિયર ટીમને 2005 અને 2017 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.ભારતને 2020 મહિલા T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. રિચા ઘોષ અને શેફાલી વર્મા પણ તે T20 ટીમનો ભાગ હતા.

શેફાલી વર્માએ વર્લ્ડ કપ જીત પર કહ્યું, ‘બધી છોકરીઓ જે રીતે પ્રદર્શન કરી રહી છે અને એકબીજાને સપોર્ટ કરી રહી છે તેનાથી હું ખૂબ જ ખુશ છું. સપોર્ટ સ્ટાફનો આભાર, જે રીતે તેઓ દરરોજ અમને ટેકો આપી રહ્યા છે અને અમને કહી રહ્યા છે કે અમે અહીં કપ જીતવા આવ્યા છીએ. બધાનો આભાર. ખેલાડીઓ મને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે. મને આ સુંદર ટીમ આપવા માટે BCCIનો આભાર અને કપ જીતીને ખરેખર ખુશ છું. શ્વેતા સેહરાવતની પ્રશંસા કરતા શેફાલીએ કહ્યું, ‘શ્વેતાએ ખુબ સારૂ કર્યું હતું. તેણે તમામ ગેમ પ્લાન ફોલો કર્યા છે. માત્ર તે જ નહીં, અર્ચના, સૌમ્યા સહિત દરેકે શાનદાર રમત બતાવી. તેઓ બધા અકલ્પનીય છે. શેફાલીને આશા છે કે ભારતીય સિનિયર ટીમ T20 વર્લ્ડ કપ જીતવામાં સફળ રહેશે. T20 વર્લ્ડ કપ આવતા મહિને જ દક્ષિણ આફ્રિકામાં રમાવાનો છે.

India T20 Win/બીજી ટી-20માં ભારત ન્યૂઝીલેન્ડ સામે માંડ-માંડ જીત્યું, સિરીઝ 1-1થી બરોબર