Election/ ઉત્તરપ્રદેશ વિધાન પરિષદની પાંચ બેઠકોની આજે ચૂંટણી,39 જિલ્લામાં મતદાન થશે

યુપી વિધાન પરિષદની પાંચ બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે સોમવારે મતદાન થશે. અધિક મુખ્ય ચૂંટણી અધિકારી રત્નેશ સિંહે જણાવ્યું કે 39 જિલ્લાઓમાં સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે

Top Stories India
UP Legislative Council Election

UP Legislative Council Election;    યુપી વિધાન પરિષદની પાંચ બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે સોમવારે મતદાન થશે. અધિક મુખ્ય ચૂંટણી અધિકારી રત્નેશ સિંહે જણાવ્યું કે 39 જિલ્લાઓમાં સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. ત્રણ સ્નાતક મતવિસ્તારમાં 44 ઉમેદવારો અને બે શિક્ષક મતવિસ્તારમાં 19 ઉમેદવારો મેદાનમાં છે. 2 ફેબ્રુઆરીએ બરેલી, ઝાંસી, ગોરખપુર અને કાનપુરમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી થશે. ત્રણ  મતદારક્ષેત્રમાં કુલ 6.32 લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 3.93 લાખ પુરૂષ અને 2.39 લાખ મહિલા મતદારો છે. આ માટે 826 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. બીજી તરફ બે શિક્ષક મતક્ષેત્રમાં કુલ 53.92 હજાર મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 35 હજારથી વધુ પુરૂષ અને 18 હજારથી વધુ મહિલા મતદારો છે.

શિક્ષક મતક્ષેત્રમાં (UP Legislative Council Election) કુલ 238 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. મતદાન પર ચાંપતી નજર રાખવા માટે પંચ દ્વારા દરેક મતવિસ્તારમાં એક નિરીક્ષક પણ તૈનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 594 સેક્ટર મેજિસ્ટ્રેટ, 234 ઝોનલ મેજિસ્ટ્રેટની પણ નિયુક્તિ કરવામાં આવી છે. તમામ મતદાન મથકો પર વિડીયોગ્રાફીની વ્યવસ્થા કરવામાં આવી છે.

 (UP Legislative Council Election)પ્રયાગરાજ, કૌશામ્બી, ફતેહપુર, બાંદા, ચિત્રકૂટ, હમીરપુર, મહોબા, જાલૌન, ઝાંસી, લલિતપુર, કાનપુર નગર, કાનપુર દેહાત, ઉન્નાવ, બરેલી, પીલીભીત, શાહજહાંપુર, બદાઉન, રામપુર, મુરાદાબાદ, અમરોહા, બિજનૌર, સંભાલ, બહરાઈચ ગોંડા, બલરામપુર, બસ્તી, સિદ્ધાર્થનગર, સંતકબીર નગર, ગોરખપુર, મહારાજગંજ, દેવરિયા, કુશીનગર, આઝમગઢ, મૌ, સુલતાનપુર, અયોધ્યા, અમેઠી અને આંબેડકરનગરમાં મતદાન થશે.

Fashion Show/ કચ્છ રનમાં ‘ઉત્કૃષ્ટ ખાદી’ નામના ફેશન શોનું કરવામાં આવ્યું આયોજન, ખાદીને લોકપ્રિય બનાવવાનો હેતુ

Pakistan/ ઈમરાન ખાન પાકિસ્તાનમાં હિંસાનું કારણ બની શકે છે? રક્ષા મંત્રીએ પીટીઆઈ અધ્યક્ષની ધરપકડના આપ્યા સંકેત

Khalistan Supporters/ ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાન સમર્થકોએ ફરી ગુંડાગીરી કરી, તિરંગો ફરકાવતા વિદ્યાર્થીઓ પર હુમલો