Not Set/ મહારાષ્ટ્રમાં એકવાર ફરી બની શકે ભાજપ-શિવસેનાની સરકાર : સુબ્રમણ્યમ સ્વામી

મહારાષ્ટ્રમાં સીએમની ખુરશીને લઈને ભાજપ-શિવસેના વચ્ચે 30 વર્ષ જૂનો સંબંધ તૂટી ગયો છે. ભાજપનો હાથ છોડીને શિવસેનાએ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધન સરકાર બનાવી. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. પરંતુ નાગરીકતા સુધારણા બિલ પર શિવસેનાએ ખુલ્લેઆમ મોદી સરકારને ટેકો આપ્યો હતો અને રાજ્યસભામાં મતદાનનો બહિષ્કાર કરીને આડકતરી રીતે તેની સાથે ઉભી રહી […]

Top Stories India
pti2 18 2019 000227b b04361a2 3399 11e9 a234 9905c742db27 મહારાષ્ટ્રમાં એકવાર ફરી બની શકે ભાજપ-શિવસેનાની સરકાર : સુબ્રમણ્યમ સ્વામી

મહારાષ્ટ્રમાં સીએમની ખુરશીને લઈને ભાજપ-શિવસેના વચ્ચે 30 વર્ષ જૂનો સંબંધ તૂટી ગયો છે. ભાજપનો હાથ છોડીને શિવસેનાએ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધન સરકાર બનાવી. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. પરંતુ નાગરીકતા સુધારણા બિલ પર શિવસેનાએ ખુલ્લેઆમ મોદી સરકારને ટેકો આપ્યો હતો અને રાજ્યસભામાં મતદાનનો બહિષ્કાર કરીને આડકતરી રીતે તેની સાથે ઉભી રહી હતી. હવે ભાજપનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આવા પરિવર્તન અંગે રસપ્રદ ટ્વિટ કર્યું છે.

સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કર્યું હતું કે ‘આ સારી વાત છે કે શિવસેનાએ તેની હિન્દુત્વની વિચારધારાને પાછળ છોડી નથી. શિવસેનાએ નાગરિકતા સુધારણા બિલ સામે મત આપ્યો ન હતો. હવે એવો સમય આવી ગયો છે કે ભાજપ અને શિવસેના ફરી વાતચીત શરૂ કરશે. જો તે ઇચ્છે તો તેઓ અઢી વર્ષ મુખ્યમંત્રી પદ રાખી શકે છે. લોકસભામાં શિવસેનાએ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનાં બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની હિમાયત કરી હતી. પરંતુ મતદાનનો અધિકાર ન આપવાની હિમાયત કરી. રાજ્યસભામાં શિવસેનાનાં પ્રવક્તા સંજય રાઉતે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે હિન્દુત્વનાં મુદ્દે ભાજપ તરફથી સલાહ કે સર્ટિફિકેટની જરૂર નથી. ભાજપ કોણ છે કે જે દેશદ્રોહી અને દેશભક્તિનું ચિહ્ન આપી શકે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, જે શાળામાં ભાજપ ભણે છે તે શાળાનાં તે લોકો હેડમાસ્ટર રહી ચુક્યા છે.

રાજ્યસભા દ્વારા બુધવારે નાગરિકતા સુધારણા બિલ પણ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલનાં પક્ષમાં 125 અને વિપક્ષમાં 99 મત પડ્યા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બપોરે 12 વાગ્યે રાજ્યસભામાં નાગરીકતા સુધારણા બિલ રજૂ કર્યું, ત્યારબાદ ઉપલા ગૃહમાં બિલની ચર્ચા થઈ. આ દરમિયાન વિપક્ષી નેતાઓએ હોબાળો મચાવ્યો હતો. ચર્ચા બાદ ગૃહમંત્રી અમિત શાહે ગૃહ સમક્ષ પોતાનો જવાબ રજૂ કર્યો. જે બાદ રાજ્યસભામાં આ ઐતિહાસિક બિલ પસાર કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.