Not Set/ ઊંઝા/ મહા લક્ષચંડી યજ્ઞનું આયોજન, પાર્કિંગની સમસ્યાને પહોંચી વળવા માટે ગુગલ એપ તૈયાર

ઊંઝામાં ઉમિયા માતાજીના સાનિધ્યમાં મહા લક્ષચંડી યજ્ઞનું આયોજન આગામી 18 થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાનાર છે.  જેમાં ભાગ લેવા દુનિયાભરના પાટીદારો ઉંઝા ખાતે ઉમટી પડશે ત્યારે ઊંઝાના 32 વર્ષીય 2 યુવાનો એ આ પ્રસંગ દરમિયાન ટ્રાફીકની સમસ્યાના સર્જાય તે માટે એક હેલ્પ લાઈન રૂપી એપ્લિકેશન તૈયાર કરી છે. જેને મંદિરના પ્રમુખ દ્વારા લોન્ચિંગ કરવામાં આવી […]

Uncategorized
gandhinagar 8 ઊંઝા/ મહા લક્ષચંડી યજ્ઞનું આયોજન, પાર્કિંગની સમસ્યાને પહોંચી વળવા માટે ગુગલ એપ તૈયાર

ઊંઝામાં ઉમિયા માતાજીના સાનિધ્યમાં મહા લક્ષચંડી યજ્ઞનું આયોજન આગામી 18 થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાનાર છે.  જેમાં ભાગ લેવા દુનિયાભરના પાટીદારો ઉંઝા ખાતે ઉમટી પડશે ત્યારે ઊંઝાના 32 વર્ષીય 2 યુવાનો એ આ પ્રસંગ દરમિયાન ટ્રાફીકની સમસ્યાના સર્જાય તે માટે એક હેલ્પ લાઈન રૂપી એપ્લિકેશન તૈયાર કરી છે. જેને મંદિરના પ્રમુખ દ્વારા લોન્ચિંગ કરવામાં આવી હતી. જે ગુગલ પ્લે સ્ટોર પરથી મળી શકશે

ઉમિયાધામ ઊંઝા ખાતે 18 થી 22 ડિસેમ્બર દરમીયાન મહા લક્ષચંડી યજ્ઞનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે ગુજરાતભરના પાટીદારોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. તે જોતા ગુજરાત સાથે ભારતભર સાથે વિદેશમાં વસતા પાટીદારો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેવા થનગની રહ્યા છે. ત્યારે સમગ્ર દેશ વિદેશ થી 50 લાખથી પણ  મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા છે. તે જોતા ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાય શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તે સ્વાભાવિક છે. ત્યારે આ સમસ્યા ધ્યાનમાં રાખી ઊંઝાના 2 યુવાનો ધ્રુવ પટેલ અને રાજ પટેલ નામના યુવાનોએ પાર્કિંગ કમિટીમાં જોડાયા છે.

તેમણે આ સમસ્યાને ધ્યાને લઈને એક એપ્લિકેશન બનાવી નાખી. આ એપનું લોન્ચિંગ મણીભાઈ પટેલ ઊંઝા દેવસ્થાનના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું. આ એપ્લિકેશનના માધ્યમથી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાનો ચોક્કસથી હલ આવવાનો દાવો પણ કરી રહ્યા છે. તેમણે આ એપની મદદથી ઊંઝા તરફ આવતા તમામ માર્ગ પરથી વાહન ચાલકો માટે પાર્કીંગ માટે તેમના માટે કઈ જગ્યા છે, તેની દિશા સૂચિ પૂરી પાડી છે.

સાથે સાથે ઊંઝા મંદિરને લગતી માહિતી તેમજ સમાચાર પણ આ એપમાં સતત અપલોડ પણ કરેલ છે. તેમજ આ પ્રસંગે કોઈ તકલીફ હોય જેમકે વાહનમાં પંકચર પડવું વિગેરે જેવી સમસ્યાનો હલ પણ આ એપમાં સમાવેશ કરાયો છે. જેથી કોઈ પણ દર્શનાર્થીને મદદ ઝડપી મળશે અને ભક્ત માં ઉમિયાના દર્શન કરીને પોતાના વતન તરફ જઈ શકશે.  આ એપ ગુગલ એપ સ્ટોર પરથી Umiya Mata 2019 – લક્ષ્ચંડી મહાયજ્ઞ લખી ને ડાઉનલોડ કરી શકાશે. અને તે એન્ડ્રોઇડ ફોન પર કામ કરશે જેથી પાર્કિંગ જોનમાં જે તે વાહન પાર્ક કાર્ય બાદની સંપૂર્ણ માહિતી વાહન ચાલકને તેના ફોન પરથી મળી શકશે

આ એપમાં સમાવેશ કરવામાં આવેલ દરેક ઓપશન અને સુવિધાના મધ્યથી દર્શન કરવા આવનાર ભાવિ ભક્તો માટે આશિરવાદ સમાન નીવડશે. અને ટ્રાફિક અને પાર્કિંગ ની જટિલ સમસ્યા નો હલ પણ આવશે સાથે માહિતીની આપણે માટે સંપૂર્ણ માહિતી ગુગલ એપના મેપ પરથી મળી જશે અને કયો કાર્યક્રમ કઈ જગ્યા પર છે અને કઇ રીતે દર્શને જવું સહીત પાર્કિગ સુધી પોહ્ચવા માટે ગુગલ એપ સહીતની આ એપ થકી પાટીદારો ઝડપી કામગીરી કરી ને તે સમસ્યા માંથી ટેક્નોલોજી થાકી નિવારણ લાવી જાણશે. જ્યારે આ અવસરમાં કોઈ પણ વાહન યજ્ઞ શાળા સુધી નહીં જાય અને પાર્કિંગ જોન દરેક દિશામાંથી આવતા વાહન ચાલકોને મળશે. તેવું આગોતરું આયોજન કરી ને ફરી એકવાર પાટીદારના આયોજનની બોલબાલા આ એપ દ્વારા કરી બતાવી છે જેને બનવા માટે રાત્રીના ઉજાગરા આ પાટીદાર દીકરાઓ એ કરી જાણ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.