Not Set/ મુંબઈમાં થઇ વીજલી ગુલ તો અમિતાભ બચ્ચને કર્યું ટ્વીટ, શાંત રહો… હું કોઈક રીતે મેસેજ…

સોમવારે સવારે મુંબઇ શહેરના અનેક ભાગો વીજળી ગુલ થઇ ગઈ હતી. મુંબઈમાં આ અચાનક વીજળી ગુલ થવાથી સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ સુધી લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. અમિતાભ બચ્ચને પણ આ સમસ્યા અંગે ચાહકો માટે ટ્વીટ કર્યું છે. અમિતાભ બચ્ચને પોતાની ટ્વિટમાં જણાવ્યું હતું કે- હું મારા ડોંગલે દ્વારા સંપર્ક સ્થાપિત કરી શકું […]

Uncategorized
5610be1ef63fd5a1bde5904af7ad9fc0 મુંબઈમાં થઇ વીજલી ગુલ તો અમિતાભ બચ્ચને કર્યું ટ્વીટ, શાંત રહો... હું કોઈક રીતે મેસેજ...

સોમવારે સવારે મુંબઇ શહેરના અનેક ભાગો વીજળી ગુલ થઇ ગઈ હતી. મુંબઈમાં આ અચાનક વીજળી ગુલ થવાથી સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ સુધી લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. અમિતાભ બચ્ચને પણ આ સમસ્યા અંગે ચાહકો માટે ટ્વીટ કર્યું છે. અમિતાભ બચ્ચને પોતાની ટ્વિટમાં જણાવ્યું હતું કે- હું મારા ડોંગલે દ્વારા સંપર્ક સ્થાપિત કરી શકું છું.

હું દરેકને શાંત રહેવા અને ધૈર્ય રાખવા વિનંતી કરું છું. બિગ બીએ બીજા એક ટ્વિટ કરીને તેમાં કહ્યું કે, “પાવર આઉટેઝમાં સમગ્ર શહેર છે… કોઈક રીતે આ સંદેશને સમજો… દરેકને શાંત રહેવા દો અને સારી રીતે રહો. આપને જણાવી દઈએ કે, મુંબઈમાં વીજ પુરવઠો ખોરવવાના કારણે સેન્ટ્રલ લાઇન અને વેસ્ટર્ન લાઇન પર ઘણી ટ્રેનો પ્રભાવિત થઈ છે અને તેથી શહેરના ઘણા ભાગોમાં ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો.

 

અમિતાભ બચ્ચન આ ટ્વિટ પર સેલેબ્સ અને ચાહકો તરફથી ઘણી પ્રતિક્રિયા મળી રહી છે. એટલું જ નહીં, બિગ બીના આ ટ્વીટ પર પુત્ર અભિષેક બચ્ચને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘કેમ દરેક જણ આઘાત પામી રહ્યા છે. આ વર્ષ 2020 છે. કંઈ પણ થઇ શકે છે’. અભિષેક બચ્ચનનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને ચાહકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સોમવારે સવારે 10 વાગ્યા પછી જ મુંબઇના ઘણા ભાગોમાં વીજળી ગુલ થઇ હોવાના અહેવાલ મળ્યા હતા, જે પછી તરત જ વીજળી સપ્લાયર – બૃહમ્નમ્બાઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ – એ એક ટ્વીટ કરીને માહિતી આપી કે, ‘ટાટાના વીજ પુરવઠામાં કંઇક ખરાબ  છે. જેના કારણે શહેરમાં વીજ પુરવઠો ખોરવાયો છે. અસુવીધી બદલ માફી.’

આપને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને પોતાનો 78 મો જન્મદિવસ 11 ઓક્ટોબર રવિવારે પરિવાર સાથે ઉજવ્યો છે. આ ખાસ પ્રસંગે હિન્દી સિનેમાના ઘણા સેલેબ્સે સોશિયલ મીડિયા દ્વારા તેમને જન્મદિવસની શુભકામના પાઠવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ