Not Set/ રાજકોટ ડેરી/ ચેરમેન પદની ચૂંટણી બિનહરીફ, નવા ચેરમેન તરીકે ગોરધન ધામેલિયાની નિયુક્તિ

  બહુ ચર્ચિત રાજકોટ ડેરીની ચૂંટણી બિન હરીફ બની છે. પરંતુ ચિર્મેન બદલાયા છે. ગોરધન ધામેલિયા નવા ચેરમેન બન્યા છે. કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાની હાજરીમાં બેઠક મળી હતી. બેઠકમાં સર્વસંમતિથી ગોરધન ધામેલિયાનાં નામની પસંદગી કરવામાં આવી છે. નોધનીય છે કે, સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ ડેરીના નવા ચેરમેન પદ પર બોર્ડના 14 સભ્યોના સર્વાનુમતે ગોરધન ધામેલીયાની […]

Gujarat Rajkot
b1298e1e4c59ee225036d8f97da5446e રાજકોટ ડેરી/ ચેરમેન પદની ચૂંટણી બિનહરીફ, નવા ચેરમેન તરીકે ગોરધન ધામેલિયાની નિયુક્તિ
 

બહુ ચર્ચિત રાજકોટ ડેરીની ચૂંટણી બિન હરીફ બની છે. પરંતુ ચિર્મેન બદલાયા છે. ગોરધન ધામેલિયા નવા ચેરમેન બન્યા છે. કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાની હાજરીમાં બેઠક મળી હતી. બેઠકમાં સર્વસંમતિથી ગોરધન ધામેલિયાનાં નામની પસંદગી કરવામાં આવી છે.

નોધનીય છે કે, સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ ડેરીના નવા ચેરમેન પદ પર બોર્ડના 14 સભ્યોના સર્વાનુમતે ગોરધન ધામેલીયાની પસંદગી કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લા ડેરીમાં છેલ્લા 17 વર્ષથી ચેરમેન પદ પર ગોવિંદ રાણપરીયા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચેરમેન રાણપરીયા અને ભારતીય કિસાન સંઘ વચ્ચે ચાલતા વિવાદ અને તેમના ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ થતા નવા ચેરમેનની વર્ણી કરવામાં આવી છે.

ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડિયાની સૌથી નજીકના અને અંગત મિત્ર ગોરધન ધામેલીયાની ડેરીના ચેરમેન પદ પર બિનહરીફ વર્ણી કરવામાં આવી છે. ગોરધન ધામેલીયા છેલ્લા 20 વર્ષથી રાજકોટ જિલ્લા બેંકમાં ડિરેકટર પદ પર બિનહરીફ ચૂંટાય આવે છે અને તેઓ પણ જિલ્લામાં ખેડૂત નેતા તરીકે ઓળખ ધરાવી રહ્યા છે. ગોરધન ધામેલીયા અગાઉ રાજ્ય સરકારના પાણી પુરવઠા બોર્ડ ડિરેક્ટર, 7 વર્ષ જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ, 3 ટર્મ જીલ્લા પંચાયત સદસ્ય, 3 સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. હાલમાં તેઓ 28 વર્ષથી વીરપુર સહકારી મંડળી અને 16 વર્ષથી વીરપુર સહકારી ડેરીના પ્રમુખ તરીકે કાર્યરત છે. ત્યારે મવોડી મંડળ દ્વારા તેઓને ડેરીના ચેરમેન પદ માટે નવી જવાબદારી સોંપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.