Not Set/ સુરતમાં મહિલા પી.એસ.આઇ આપઘાત કેસમાં પતિ સહિત પાંચ જણા સામે ગુનો દાખલ

સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલ ફલાસા વાડી પોલીસ કોલોની ખાતે રહેતી મહિલા પી.એસ.આઇ એ પોતાના જ ઘરમાં ગોળી

Top Stories Gujarat Surat
ami 1 સુરતમાં મહિલા પી.એસ.આઇ આપઘાત કેસમાં પતિ સહિત પાંચ જણા સામે ગુનો દાખલ

સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલ ફલાસા વાડી પોલીસ કોલોની ખાતે રહેતી મહિલા પી.એસ.આઇ એ પોતાના જ ઘરમાં ગોળી મારી આપઘાત કરી લીધો હતો.મહિલા પી.એસ.આઇ અનિતા જોશીએ પોતાની સર્વિસ રિવોલ્વોરમાંથી પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો.અનિતા જોશી સુરતના ઉધના પોલીસ સ્ટોશનમાં ફરજ બજાવતા હોતા.ઉધનાના પટેલ નગર પોલીસ ચોકીમાં ઇન્વે ચાર્જમાં મહિલા પી.એસ.આઇ તરીકેની ફરજ બજાવતા હતા. આ કેસમાં તેઓના પતિ સહિત કુલ પાંચ જણા સામે આપઘાત માટે દુષ્પ્રેરણા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

#Ajab_Gajab / દુનિયાની એક એવી હોટેલ જ્યાં મહેમાનોનું સ્વાગત ‘ડાયનાસો…

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે પી.એસ.આઇ અમિતા જોશી આપઘાત મામલે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાસરીયા સાથે તેઓની લડાઈની અગાઉ બાબત સામે આવી હતી. સાસરિયાઓ દ્વારા તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેમજ આપઘાત માટે દુષ્પ્રેરણા કરવા બદલ તેના પીએસઆઇ સસરા જીતેન્દ્ર વ્યાસ, સાસુ અને પતિ વૈભવની બે બહેનો સામે પણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Coronavirus / ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા કોરોના સંક્રમિત,

તેમની આત્મહત્યાના કારણો અંગે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પહેલેથી જ મહિલાપી.એસ.આઇ આત્મહત્યા કેસમા શંકાની સોઇ તેઓના સાસરીયા પર હતી. કારણકે મહિલા પી.એસ.આઇને પોલીસની ફરજ પરની કામગીરીને કારણે ઘર કંકાસ થતો હોવાની વિગત આસપાસના વર્તુળમાંથી બહાર આવી હતી. આ મામલે મહિધરપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તાપસ કરી હતી જેમાં આજરોજ તેના સાસરિયાઓ સામે આપઘાત માટે દુષ્પ્રેરણા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ગુજરાત / આગની ઘટનાને કાબૂમાં લેવા મહત્વનો નિર્ણય, ડાયરેક્ટર ઓફ ફાયરની…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…