Not Set/ સુરત: લગ્ન મંડપમાં ભભૂકી આગ, કરોડોનો મંડપ લગ્ન પ્રસંગ શરુ થાય તે પહેલા જ બળીને ખાખ

સુરત, સુરતના એરપોર્ટ રોડ પર આવેલી પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગનો કાર્યક્રમ હતો. લોકોની ભારે ભીડ જામી હતી. ત્યારે એકાએક આગ ભભૂકી ઉઠતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી.પરંતુ આગે વિકરાળ રૂપ ધારણ કરતાં સમગ્ર મંડપ બળીને ખાખ થઇ ગયો હતો. આ અંગેની જાણ ફાયર વિભાગને કરાતાં ફાયર ફાયટરની ટીમો આવી પહોચી હતી. સુરતના એરપોર્ટ રોડ ઉપર […]

Top Stories Gujarat Surat
mantavya 476 સુરત: લગ્ન મંડપમાં ભભૂકી આગ, કરોડોનો મંડપ લગ્ન પ્રસંગ શરુ થાય તે પહેલા જ બળીને ખાખ

સુરત,

સુરતના એરપોર્ટ રોડ પર આવેલી પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગનો કાર્યક્રમ હતો. લોકોની ભારે ભીડ જામી હતી. ત્યારે એકાએક આગ ભભૂકી ઉઠતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી.પરંતુ આગે વિકરાળ રૂપ ધારણ કરતાં સમગ્ર મંડપ બળીને ખાખ થઇ ગયો હતો. આ અંગેની જાણ ફાયર વિભાગને કરાતાં ફાયર ફાયટરની ટીમો આવી પહોચી હતી.

mantavya 477 સુરત: લગ્ન મંડપમાં ભભૂકી આગ, કરોડોનો મંડપ લગ્ન પ્રસંગ શરુ થાય તે પહેલા જ બળીને ખાખ

સુરતના એરપોર્ટ રોડ ઉપર આવેલ આલિશાન એવા સ્વર્ણભુમિ પાર્ટી પ્લોટમા લગ્ન હતા અને બપોરના સમયે ભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

mantavya 478 સુરત: લગ્ન મંડપમાં ભભૂકી આગ, કરોડોનો મંડપ લગ્ન પ્રસંગ શરુ થાય તે પહેલા જ બળીને ખાખ

લગ્નનો જમણવાર હોઈ પરિવારના તેમજ સંબધી લોકો મંડપની અંદર બેઠા હતા. દરમિયાન એકાએક જ આગ ફાટી નીકળતા લોકોમા દોડદોડી થઈ હતી.

mantavya 480 સુરત: લગ્ન મંડપમાં ભભૂકી આગ, કરોડોનો મંડપ લગ્ન પ્રસંગ શરુ થાય તે પહેલા જ બળીને ખાખ

. આગે જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે આખેઆખો મંડપ જ આગની લપેટમાં આવી ગયો હતો. તથા તેના આગના ગોટેગોટા 3 કિલોમીટર દુર સુધી જોય શકાય તેવા હતા.

mantavya 481 સુરત: લગ્ન મંડપમાં ભભૂકી આગ, કરોડોનો મંડપ લગ્ન પ્રસંગ શરુ થાય તે પહેલા જ બળીને ખાખ

ઉલ્લેખનીય છે કે રસોઇ બનાવતી વેળાએ આગનું તણખલું કાપડના મંડપ પર ઊડ્યું હતું અને ત્યારબાદ આ આગ ફાટી નીકળી હોવાનું અનુમાન ફાયર વિભાગ કરી રહી રહી છે.

mantavya 482 સુરત: લગ્ન મંડપમાં ભભૂકી આગ, કરોડોનો મંડપ લગ્ન પ્રસંગ શરુ થાય તે પહેલા જ બળીને ખાખ

આગ લાગી તે દરમિયાન ફાયરની ટીમે 20 જેટલા ગેસ સિલિન્ડરો બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ મુકાયા હતા. જો આ સિલિન્ડર ફાટ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. આમ, મોટી દુર્ઘટના ટળી હતી. તો બીજી તરફ, કેટરીંગવાળી મહિલાઓ રડતી બહાર નીકળી હતી.

mantavya 483 સુરત: લગ્ન મંડપમાં ભભૂકી આગ, કરોડોનો મંડપ લગ્ન પ્રસંગ શરુ થાય તે પહેલા જ બળીને ખાખ

પાર્ટી પ્લૉટમાં અચાનક આગ લાગતા જ લોકોનાં શ્વાસ અધ્ધર થઇ ગયા હતા અને થોડીકવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. આગ લાગી તે દરમિયાન ઘણા લોકો પાર્ટી પ્લૉટમાં હતા અને લગ્ન હોવાના કારણે લોકોનું આગમન પણ શરૂ થઇ ગયું હતુ.

mantavya 479 સુરત: લગ્ન મંડપમાં ભભૂકી આગ, કરોડોનો મંડપ લગ્ન પ્રસંગ શરુ થાય તે પહેલા જ બળીને ખાખmantavya 484 સુરત: લગ્ન મંડપમાં ભભૂકી આગ, કરોડોનો મંડપ લગ્ન પ્રસંગ શરુ થાય તે પહેલા જ બળીને ખાખ

લગ્ન માટે તૈયાર કરવામાં આવેલો મંડપ બળીને ખાખ થઇ ગયો હતો. બાજુમાં આવેલા અન્ય મંડપને પણ આગ લાગવાની તૈયારીમાં હતી જેથી તેને તોડી પાડવામાં આવ્યો હતો.